SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ છપ્પન દિકકુમારિકાઓનું આગમન [ ૧૪૯ ] તીર્થકર ભગવંતનો જન્મ થવાથી લેકની આશાઓ પરિપૂર્ણ બને તેમાં શું આશ્ચર્ય? પુષ્પકળીઓને વિકાશ પમાડતે પવન જાણે બીજા દેવોના આગમનની પ્રતીક્ષા કરતા હોય તેમ મંદ મંદ વાવા લાગ્યો. ત્રણે ભુવનમાં અચાનક પ્રકાશ પ્રસરી ગયે અને સ્પષ્ટ રીતે પાંચ પ્રકારનાં વર્ણવાળા પુષ્પની વૃષ્ટિ થઈ. ત્રણ જગતને સ્વામી પોતાને સ્વામી થશે એમ માનીને જ જાણે હોય તેમ, સમસ્ત પૃથ્વી, પવત સહિત ઉલ્લાસ પામી, સમસ્ત વનરાજી વિકાસ પામી, વનપ્રદેશના મયૂર નાચી ઊઠ્યા, કોયલ ટહુકવા લાગી, અને જગતનાં વિદને નાશ પામ્યા. નારકીના જીવોને પણ ક્ષણમાત્ર સુખને અનુભવ થયો તે પછી, ગ્રામ, આકર, પુર વિગેરે લોકેના આનંદની સીમાનું પૂછવું જ શું ? - પછી આસનના કંપવાથી અવધિજ્ઞાન દ્વારા ભગવંતને જન્મ જાણીને અધેલકમાં રહેનારી આઠ દિકુમારિકાઓ આવી પહોંચી. શ્રી જિનેશ્વર ભગવંતને તથા તેમની માતાને નમી ને“તમારે ભય પામવાની જરૂર નથી” એમ બોલીને સૂતિકાગ્રહની ચારે બાજુની ભૂમિ સાફ કરી. બાદ પૂર્વની માફક ઊર્વલોકની આઠ કુમારિકા પણ આવી અને સૂતિકાગૃહની ચારે બાજુ ગઇકની વૃષ્ટિ કરી. પૂર્વ ચકની હસ્તમાં દર્પણને ધારણ કરતી આઠ કુમારિકા તેમજ પશ્ચિમ દિશામાંથી કળશને ધારણ કરનારી આઠ કુમારિકાઓ આવી. દક્ષિણ ચકથી વીંઝણાને હાથમાં ધારણ કરતી આઠ કુમારિકા અને ઉત્તર ચકથી ચામરને વીંઝતી આઠ કુમારિકા આવી પહોંચી. ચક પર્વતની વિદિશામાંથી પણ દીપકને ધારણ કરતી ચાર કુમારિકાઓ આવી અને પોતપોતાની દિશામાં પ્રભુના ગુણોનું ગાન કરતી ઊભી રહી. પછી મધ્ય રચમાંથી ચાર દિકકુમારિકાઓએ આવીને, ચાર આંગલ શેષ રાખીને પરમાત્માની નાળનું છેદન કર્યું. બાદ ખાડો ખોદીને, તે ખાડાને રત્નથી પૂરીને તેના પર દુર્વાઓથી વિશાલ પીઠિકા બાંધી. સૂતિકાગ્રહની પશ્ચિમ દિશા ત્યજી દઈને, બાકીની ત્રણ દિશામાં મંડપવાળા ત્રણ કદલીગૃહે બનાવ્યા. બાદ દક્ષિણ કદલીગૃહમાં પ્રભુયુક્ત માતાને લઈ જઈને, રત્ન સિંહાસન પર બેસાડીને તે બંનેનું અત્યંગન કર્યું. પછી પૂર્વ દિશાના કદલિગૃહમાં રત્નસિંહાસન પર તે બંનેને સરનામાભિષેક કરીને તેમજ દિવ્ય વસ્ત્રો અને આભૂષણેથી અલંકૃત કરીને, ઉત્તર દિશાના કદલીગૃહમાં લઈ જઈને, રત્નસિંહાસન પર બેસાર્યા. પછી સેવકવર્ગ દ્વારા શુદ્ર હિમાચલ પર્વત પરથી ગશીર્ષ ચંદન મગાવીને, તેની ભસ્મ બનાવીને તે બંનેને રક્ષા-પોટલી બાંધી તેમ જ રત્નના ગેળા સામસામાં અફળાવીને “હે સ્વામિન્ ! તમે પર્વત જેવા આયુષ્યવાળા થાવ, તેમ કહ્યું. પછી પ્રભુ સહિત માતાને સૂતિકાગ્રહમાં લાવીને તેમના ગુણોની સ્તુતિ કરવાપક અત્યન્ત આનંદિત બીને ઊભી રહી. બા પરમાત્માના જન્મથી પ્રગટેલ હર્ષને કારણે જાણે નૃત્ય કરવાને સજજ બન્યા હોય તેમ ઇંદ્ર મહારાજના આસને ધીમે ધીમે કંપી ઊઠયા. સૌધર્મેદ્ર અવધિજ્ઞાન દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy