SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૮ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે . . . સમુદ્રના સ્વપ્નથી ગુણરૂપી રત્નને સમુદ્ર બનશે, વિમાનના દર્શનથી તેઓ સ્વર્ગમાંથી વ્યા છે તેમ સૂચવે છે, રત્નસમૂહને જેવાથી તે પુરુષરત્નથી સેવા કરાશે, અગ્નિને જેવાથી સમસ્ત કમને દગ્ધ કરનાર થશે. હે રાજન ! આ સ્વપ્નોનું કલ અતિ સંક્ષેપમાં અમે જણાવ્યું છે. કલ્પવૃક્ષાદિકને, તે પિતાના દાનથી નીચું જોવરાવશે; અર્થાત્ અતિશય દાન આપી કલ્પવૃક્ષાદિક કરતાં પણ ચઢિયાતા બનશે. દેવેન્દ્રો પણ જેમના ચરણની સેવા કરશે તેવો તીર્થંકરપુત્ર ત્રણ જગતનો સ્વામી બનશે.” આ પ્રમાણે સાંભળીને આનંદિત બનેલા શ્રી વિષ્ણુ રાજાએ તે સર્વ હકીકત શ્રી વિષ્ણુ દેવીને જણાવી. અને તે સ્વપ્ન પાઠકને તેઓની સાત પેઢી સુધી ચાલ્યા કરે તેટલું દાન આપ્યું. આનંદરૂપી નદીમાં સ્નાન કરવાથી રાજા તેમજ રાણી બંને પોતાની જાતને અમૃતથી સિંચાયેલી અને ત્રણે ભવનમાં શ્રેષ્ઠ માનવા લાગ્યા બાદ ઇદ્રના આદેશથી કુબેરે વિષ્ણુ રાજાનો મહેલ સુવર્ણ ધન તથા વસ્ત્ર વિગેરેથી પરિ પૂર્ણ કરી દીધો. “આ જિનેશ્વરની માતા છે.” એમ જાણીને નજીકમાં રહેલી દેવીઓ વિષ્ણુ દેવીની આજ્ઞાનું પાલન કરતી કિંકરી સરખી બનીને રહી. વિષ્ણુદેવી જે દેવીને આદેશ કરતી અથવા તો જેણીના તરક નિહાળતી તે દેવી, સ્વામીની દૃષ્ટિ પડવાથી સેવક પિતાની જાતને કલકત્ય માને, તેમ પિતાની જાતને કતાર્થ માનતી હતી. ગર્ભના પ્રભાવથી, વિષ્ણુ દેવી, અંદર રહેલા ચંદ્રને ધારણ કરતી શરદુ ઋતુના વાદળાની માફક ઉજવલ કાંતિવાળા બયા ગુપ્ત ગર્ભવાળી વિષ્ણુ દેવીનો ગર્ભ, રાજ્ય, દેશ, ધન, ધાન્ય અને સુવર્ણાદિકની વૃદ્ધિની સાથે સાથે હંમેશા વૃદ્ધિ પામવા લાગ્યો. વળી ગર્ભના પ્રભાવથી શ્રી વિષ્ણુ દેવીના, ત્રણ જગતના પ્રાણીઓના હર્ષની સાથે દયા, કુશળતા અને દાક્ષિણ્યતા વિગેરે ગુણો વૃદ્ધિ પામ્યા. રાજવીના મહેલમાં સુવર્ણની, માણિકયથી જડેલી અને દેવતાધિઠિત શ્રેષ્ઠ શય્યા છે કે જેના પર મનુષ્ય બેસી શકતો નહોતો તે શય્યા પર બેસવાને વિષ્ણુ દેવીને દેહદ થવાથી તેઓ તેના પર બેઠા. એટલે શ્રી તીર્થકર ભગવંતના પ્રભાવથી હર્ષ પામેલા દેવે તેમની રક્ષા કરી. વિશ્વનું હિત કરનાર તેણીના બીજા દેહદોને દેવોએ જ્ઞાન, વિજ્ઞાન તથા વાંછિતોથી પૂર્ણ કર્યા. ત્રણે જગતના નાથ ગર્ભમાં આવવાથી વિષ્ણુ રાજાને બીજા રાજાઓ આધીન થયા. તીર્થકરની માતા શ્રી વિષ્ણુદેવીનું ગૃહવ્યવસ્થા સંબંધીનું સમસ્ત કાર્ય ગૃહના નાયકની જેમ સૌધર્માધિપતિ કરવા લાગ્યા. ગર્ભ પર કોઈની નજર ન પડે તે માટે દેવી તથા મનુષ્યની સ્ત્રીઓએ ઘરેઘરે વિવિધ પ્રકારનાં મંગળ કર્યા. ફાગણ વદી બારસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છતે અને બધા ગ્રહો ઉચ્ચ સ્થાને રહે છે, જેમાં પૂર્વ દિશા સૂર્યને અને પશ્ચિમદિશા ચંદ્રને જન્મ આપે તેમ શ્રી વિષ્ણુદેવીએ રત્નની ખાણની માફક, પુત્રરત્નને જન્મ આપ્યો. અંધકારને દૂર કરનાર સૂર્ય ઉદય પામે છતે દિશાઓ પ્રકાશિત બને તેમાં શું આશ્ચર્ય ? તેવી રીતે કાશ્યપ ગોત્રમાં શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy