SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૮ } શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ ઠ્ઠો બચાવો.” પછી તેમણે બંને પ્રકારની (ગ્રહણ તથા આવના) શિક્ષા તથા ભિક્ષાને વિધિ પૂર્વક સમીકારી. ષડુ રસ ભેજનનો ત્યાગ કરીને તેમણે વિહાર કર્યો. ગુરુમહારાજની પાછળ જઈને, તેમના ગુણોનું સ્મરણ કરત, વૈરાગ્યવાસિત અંતઃકરણને કારણે દીક્ષાના મનોરથને ધારણ કરતે, ગુરુમહારાજથી રજા અપાયેલ તેમજ ઉત્કૃષ્ટ ઉત્સાહને ધારણ કરે નલિની ગુમ રાજા, ખેદ યુક્ત બનીને, પરલોકોની સાથે પિતાના નગરમાં પાછો ફર્યો રાજસભાને વિસર્જન કરીને જોવામાં તે પલંગમાં નિદ્રાળુ બને તેવામાં હંસ પર બેઠેલ લક્ષ્મીદેવી આવી પહોંચ્યા. દિવ્ય આભૂષણોથી અંધક રસમૂહને દૂર કરનારી લહમીદેવીને, નલિની ગુમ રાજાએ એકદમ પલંગમાંથી ઊભા થઈને પ્રણામ કર્યો. પછી દેવીએ તેને જણાવ્યું કે-“હે પૈર્યશાળી રાજન્ ! તું અત્યંત ધીરજ ધારણ કર. માતા-પિતાના વિયોગને કારણે તું ખિન્ન ન બને. આવા પ્રકારનું જીવન (ચરિત્ર) ચરમશરીરીનું જ હોય છે. કેવળજ્ઞાની ભગવતે તારા માતાપિતાને ચરમશરીરી જ જણાવ્યા છે. તે તે બંનેને સ્થાને તું મને સમજી લે. અને પ્રતાપરૂપી કાંતિથી દેદીપ્યમાન તું શ્રેષ્ઠ ૨ જ્યનું વિધ્રરહિત પાલન કર.” આ પ્રમાણે સૂચના કરીને, તેનાથી રજા અપાયેલ લક્ષમી દેવી અંતર્ધાન થઈ ગયા. દેવીની શિખામણથી રાજા નલિની ગુમ હર્ષ પામ્ય.. - ભુવનભાનુ રાજર્ષિના વિહાર સ્થળની માહિતી આપનાર પુરુદ્વારા સમાચાર પ્રાપ્ત કરતો રાજા હૃદયમાં સંતોષ ધારણ કરવા લાગ્યા. અત્યંત ભક્તિવાળી પ્રજા, વિદ્યાધરેંદ્ર અને રાજસમૂહથી સેવા તેમજ ભાગ્યશાળી નલિની ગુમ રાજવી પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. પિતે પિતાનું હમેશાં સમરણ કરવા છતાં, ખરેખર આશ્ચર્યની વાત હતી કે-તેણે પિતાના પ્રભાવથી પ્રજાને ભુવનભાનુ રાજવીનું વિસ્મરણ કરાવ્યું હતું. આ પ્રમાણે બંને રાજ્યનું પાલન કરતા અને જિનશાસનની પ્રભાવના કરતા તેમને ઘણે સમય પસાર થઈ ગયો. કોઈએક દિવસે તેની રાણી શશિપ્રભાએ પુત્રને જન્મ આપે તેથી નાગરિક લોકોએ વર્ધાપન-મહત્સવની શરુઆત કરી. પુત્રજન્મથી આનંદિત બનેલા રાજાને ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે-“હે સ્વામિન્ ! આપના પિતા ભુવનભાનુ રાજર્ષિ તેમજ શ્રી આનંદસૂરિ મહારાજ પધાર્યા છે.” ત્યારે સંતોષ પામેલ રાજવીએ તેને પિતાના શરીરે રહેલ અલંકારો આપીને કહ્યું કે- આ પુત્ર ધન્ય છે કે જેના જન્મ સમયે ગુરુમહારાજ આવી પહોંચ્યા છે. ખરેખર આ મહોત્સવને વિષે બીજો મહત્સવ થયે છે, કારણ કે ગુરુ એવા મારા માતા-પિતાનું આગમન થયું છે.” આ પ્રમાણે કહીને રાજાએ ઉદષણા કરાવી કે-“બાલથી માંડીને વૃદ્ધ પર્વતના પરિજનો પિતપતાની ઋદ્ધિ અનુસાર ગુરુમહારાજને આદરપૂર્વક નમસ્કાર કરે !” ત્યારે રાજાની આજ્ઞાથી તેમજ પોતાની ભાવના થી બેવડા ઉત્સાહવાળા બનેલ પરલોકે રાજાની પાછળ હર્ષિત બનીને ચાલી નીકળ્યા. ઉદ્યાનમાં આવીને શ્રેષ્ઠ હસ્તિ ઉપરથી રાજા નીચે ઉતર્યો અને ભવ્ય પ્રાણું એને વિષે મુખ્ય એવા તેમણે ત્રણ પ્રદક્ષિણા આપી. પછી સુવર્ણ કમળ પર બેઠેલા શ્રી આનંદસૂરિને, બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy