SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ભુવનભાનુ રાજર્ષિની દીક્ષા અને ગુરુનું શિક્ષાવચન. [ ૧૩૭ ] કરી જાય છે, તે ક્ષણમાત્રમાં નાશ પામનારા આ સંસારમાં કોઈ જાતનો પ્રતિબંધ હોઈ શકે ? તે તું પોતે જ હિંમતવાન બનીને તારી પ્રજાની સંભાળ લે, મારા વ્રત -મહોત્સવ પ્રસંગે તારે દિલગીર થવું ઘટતું નથી. આય પુરુષોએ કહેલ છે કે- માતાપિતાના મસ્તક પર બેજો ઓછો કરીને, તેમને વનમાં સ્થિર કરવા તે ખરેખર સુપુત્રોનું કર્તવ્ય છે.” , વૈરાગ્યવાસિત અંતઃકરણવાળા ભુવનભાનુ રાજવીએ ઉપર પ્રમાણે નલિની ગુલમને સમજાવીને, સંસારસુખને બાલ કીડા તેમજ ઈદ્રજળ સરખું જાણીને, વિલાસને અયોગ્ય રજસ્વલા સ્ત્રી સરખી રાજલક્ષીને જાણીને ભક્તિમાન ભુવનભાનુએ શ્રી જિનેંદ્રભગવંતની તથા શ્રીસંઘની પૂજા કરી. વળી અનાથજનને દાન આપ્યું અને દીક્ષા અવસર ઉચિત સમસ્ત કાર્ય કરાવ્યું. હજાર માણસેથી વહન કરાતી શિબિકા પર ચડીને, ભાનુશ્રી વિગેરે મુખ્ય અંતઃપુર સહિત, નિર્મળ અંતઃક્રવાળા, રાજાની દીક્ષાની ભાવનાથી તેમની સાથે દીક્ષા લેવાને ઇચ્છતા અન્ય મંત્રી, સામંત વિગેરે યુક્ત, નલિની ગુલ્મથી અનુસરતા, અશ્રુ યુક્ત નયનેવાળા પરલોકેવડે પિતાની માફક જોવાતા, પૂર્વ માં કદી નહીં સાંભળેલ એવી વિશાળ સમૃદ્ધિથી લોકોને વિમય પમાડતા, પૂર્વમાં કદી નહીં જોવાયેલ તેવી સેના માથે જતા બુદ્ધિમાન ભુવનભાનુ રાજાએ ઉદ્યાનમાં જઈને શ્રી આનંદસૂરિજીને ત્રણ વાર પ્રદિક્ષણા આપીને પ્રણામ કર્યા બાદ કહ્યું કે-“આ સંસારરૂપી સમુદ્રમાંથી મને વ્રતરૂપી જહાજ (નૌકા) દ્વારા તા.” ત્યારે શ્રી આનંદસૂરિજીએ ભુવનભાનુ રાજવીને, સ્વાભાવિક વિનયગુણથી નિર્મળ અંતઃકરણવાળા મંત્રી તથા સામંત વર્ગને વિધિપૂર્વક પ્રવ્રયા આપી, તેમજ અંતઃપુરની સ્ત્રીઓને દીક્ષા આપીને પ્રવતિનીને સેંપી. નલિની ગુલ્મ રાજાએ પણ, પિતાના દેશ પરત્વે પ્રીતિવાળો હેવા છતાં દેશવિરતિ વ્રત ગ્રહણ કર્યું. શ્રી આનંદસૂરિ મહારાજે ભુવનભાનુ રાજર્ષિની પ્રશંસા કરી કે “ તમે સંસારરૂપ સાગરથી પાર પામ્યા છે તેથી તમે ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાથી તમે પોતે જ તમારા જન્મને સાર્થક કર્યો છે અને સાથોસાથ બીજા ભવ્ય પ્રાણીઓને સન્માર્ગ દર્શાવ્યો છે. પાંચ પ્રકારના કલ્પવૃક્ષ સરખાં પાંચ મહાવ્રતથી વિભૂષિત ચારિત્રરૂપી નંદનવનમાં દેવ સરખા આપ કીડા કરો-વ્રત પાલન કરે. સદગુણી, ક્રિયાએમાં પ્રવીણ અને નેહરહિત એવા હે રાજર્ષિ ! તમે અષ્ટ પ્રવચન માતારૂપી ચક્રવાળા મનરૂપી સ્તંભ પર રહેલી અને શિવદાયી સામાચારી નામની રાધા પૂતળી)ને વી છે, ચાર કષાયોને દૂર કરે, વિનય તેમજ વૈયાવચ્ચને વિશે ઉદ્યમ કરો અને બાર રાજવીઓ સરખા બાર પ્રકારના તપને વિષે તમે વિજયવંત બને. સવશીલ તમારે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાનભાવથી જોવું. કેઈ ચંદનવડે લેપ કરે કે કેાઈ કુહાડા વડે પ્રહાર કરે તે તેઓ બંને પ્રત્યે તમારે તે સમભાવ જ દર્શાવ. હે મુનિવર ! વૃષભની માફક તમારે સંયમ-ભાર વહન કરવો કે જેથી તમે વાંછિત સ્થાનને પ્રાપ્ત કરી શકો.” ત્યારે “ભલે તેમ હે” એમ સ્વીકારીને, ભુવનભાનુ રાજર્ષિએ ગુરુને કહ્યું કે “આપ પૂજયે મને પ્રમાદ કે ખલનાથી અવશ્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy