________________
-
-
-
-
[ ૧૩૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ છે લાગી કે-“કુમારના સૌદર્યનું પાન કરવાથી ઊલટી તૃષા (લાલસા) વૃદ્ધિ પામે છે.” વળી કઈ એક જણાવ્યું કે-“હે સખી! આ સાક્ષાત્ દેહધારી કામદેવ જણાય છે કારણ કે-મારું મન મને ત્યજી દઈને ક્ષણમાત્રમાં કુમારની પાસે પહોંચી ગયું છે. હું માનું છું કે-આ કુમારનું નિર્માણ કરીને સાક્ષાત્ બ્રહ્મા પણ આશ્ચર્ય પામ્યા જણાય છે, કારણ કે આ કુમારને જેવાને માટે બ્રહ્મા ચાર મુખવાળ અર્થાત્ આઠ નેત્રવાળે બન્યો જણાય છે. રત્નજડિત વિમાને મમાં કુમાર બેઠેલ છે તે વિમાને પિતાની દિવ્ય ઘુઘરીઓના ધ્વનિથી શ્રેષ્ઠ સ્વર્ગ વિમાનને પણ જીતી લીધેલ છે. જેમ દેવીઓથી ઇંદ્ર, તારાઓથી ચંદ્ર, મતથી હારનો ચંદ્રક. નદીઓથી સાગર. હાથણીઓથી હસ્તી. હંસીઓથી હંસની માફક આ કમાર વિદ્યાધર તેમજ પ્રૌઢ વિદ્યાધરીથી વીંટળાયેલ છે ભુવનભાનુ રાજાએ પોતાના ગુણોથી જ જગતને જીતી લીધું છે. જયારે આ કુમારે પિતાના ગુણોથી તે રાજવીને (ભુવનભાનુને) જીતી લીધેલ છે.”
ઉપર પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલતા, વસ્ત્રના છેડાને ઉછાળતા, જયજય વનિ કરતા, અને મંચ પર બેઠેલા લોકોને પિતાની અમૃત સરખી દૃષ્ટિથી પવિત્ર કરતે નલિની ગુમ કુમાર શશિપ્રભાની સાથે, જાણે લક્ષ્મીની સાથે કૃષ્ણ હોય તેમ, મોતીઓની શ્રેણિથી સુશોભિત સાગર સરખા પોતાના રાજમહેલમાં દાખલ થયે, હળદર, અક્ષત, દહી, ધ્રો દુર્વા, ગેચંદન, વિગેરે પદાર્થોથી બનાવાયેલ સુવર્ણના થાળમાં રહેલ અને સ્ત્રીઓએ બનાવેલ એવું અર્થ સ્વીકાર્યું. ભકિતભાવથી ભરપૂર કુમારે કેટલાક જિનમંદિરમાં જઈને, જિનબિંબની પૂજા કરીને, વિધિપૂર્વક ચૈત્યવંદન કર્યું, જિનમંદિરોમાં વિવિધ પ્રકારનાં સંગીત કરતી નારીઓને તેમજ યાચક ગણને સુવર્ણ–દાનથી સંતોષીને જાણે સમસ્ત નગરીને કલ્યાણ, આનંદ, સંતોષ અને મહેસવથી વ્યાપ્ત બનાવતું હોય તેમ પોતાના રાજમહેલે ગયે. પછી સ્પર્ધાપૂર્વક નૃત્ય કરતી સ્ત્રીઓવાળે જિનપૂજા તેમજ સંઘપૂજા યુકત શ્રેષ્ઠ વર્ધાપન મહોત્સવ પ્રવર્યો.
નલિની ગુલમની સેવાની ચાહનાવાળા અને સંતુષ્ટ બનેલા નવીન નવીન રાજાઓ હમેશાં પિતાપિતાના નગરથી શુભ નગરીએ આવ્યા હતા. કુમારના આદેશના શુરવીરપણને અને પ્રજા-પ્રેમને જોઈને હર્ષિત બનેલ ભુવનભાનુ રાજ્વી વિચારવા લાગ્યાકે-જો હમણ શ્રી આનંદ સૂરિજી પધારે તે હું કુમારને રાજ્યભિષેક મહોત્સવ કરું તેમજ તેમના ચરણકમલમાં, અંતરંગ પર રિપુ નાશ કરનાર એવા ચારિત્રરૂપી રાજ્યને અંગીકાર કરું. આ રાજ્ય તે દુર્જનની મૈત્રી માફક દુઃખદાયી, સમુદ્રની માફક ભયંકર મગરમચ્છ (શત્રુ યુકત, વેશ્યાના ચિત્તની માફક વશ ન કરી શકાય તેવું, પાતાલની માફક કદી ન પૂરાય તેવું, જીણું ગૃહની માફક અનેક છિદ્રવાળું અને સર્પના કરંડિયાની માફક મુશ્કેલીથી રક્ષણ કરી શકાય તેવું છે. દુર્ગતિદાયી અને તલવારની ધાર સરખા તીણ પત્રવાળા વૃક્ષોથી વ્યાપ્ત આ રાજ્યને વિષે વિવેકી પોએ આગ્રહ રાખ ઉચિત નથી. વધારે શું કહેવું ? મેં લાંબા સમય સુધી ભેગવિલાસ ભેગવ્યા છે, અને દીર્ઘ સમય સુધી રાજ્યનું પાલન કર્યું છે. વળી સદાચારી પુત્રને જવાથી "મારા બંને નેત્રોને સફળ પણ કર્યા છે, કુમારના વિનયગુણથી મેં મહાસુખ અનુભવ્યું છે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com