SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૨ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૬ ઠ્ઠો કરો. ઉદયાચળ પર જતાં સૂર્યની માફક તું હમેશાં નૂતન ઉદયને- અભ્યદયને પ્રાપ્ત કરે તે પણ, જેમ પૂર્વ દિશા પ્રત્યે સૂર્ય પોતાનો પ્રેમ ત્યજતા નથી તેમ મારી પુત્રી શશિ પ્રભા પરત્વે કદી પણ અનુરાગને ત્યાગ કરશે નહીં. હે પુત્રી શશિપ્રભા ! જેમ લક્ષમી પિતાના હદયમાં કૃષ્ણને ધારણ કરે છે તેમ તું પણ આ કુમારની આજ્ઞાને મસ્તક પર ધારણ કરજે. અખૂટ તેલવાળા, ઉજવળ વાટથી પ્રકટેલા, વાયુથી પરાભવ નહીં પામેલા અને તેજથી આસપાસના પ્રદેશને પ્રકાશિત કરતા વાટ અને અગ્નિપ્રકાશની માફક અભંગ નેહવાળા, નિર્મળ ' ગુણોવાલા, શત્રુઓથી પરાભવ નહીં પામેલા અને તેજથી પરિજન વગને પ્રકાશિત કરતાં તમે બંનેને સંબંધ ચિરસ્થાયી બને.” એટલે દ્રાક્ષારસ સરખી અધિક મિષ્ટ અને સંતાપને દૂર કરનારી એવી તે શિખામણ બંનેએ અંગીકાર કરી. બીજા વિદ્યાધરએ પણ પિતાની સંપત્તિ પ્રમાણે કુમારને વિવિધ ભેટ આપી. પિતાના પુત્રના આગમનને કારણે પ્રકટેલા હર્ષથી ભુવનભાનુ રાજાએ પિતાના સમસ્ત દેશમાં વર્ધા૫ન મહોત્સવ કરાખ્યો. હમેશાં નવી-નવીન મંગળ પ્રાપ્ત કરતાં કુમારના અમૃત સરખા હર્ષથી ભરપૂર કેટલાક દિવસે વ્યતીત થયા. ભકિત ભર દૂર હૃદયવાળા કુમારે પણ પિતાના લગ્ન મહોત્સવને ઉદ્દેશીને સમસ્ત જિનાલમાં પૂજા કરાવી, દેશ કાલને ઉચિત વિવિધ પ્રકારના વસ્ત્રાથી સંઘનું સન્માન કર્યું, રથયાત્રાના મહોત્સવ કર્યા અને સમકિત પ્રાપ્ત કરાવ્યું. આ પ્રમાણે કુમારને કેટલોક સમય હર્ષપૂર્વક વ્યતીત થયે ત્યારે તેમના દાદા (કનકથિ વિદ્યાધર) વધુ તેમજ વરને પિતાના નગરમાં લઈ ગયા. તે નગરમાં આનંદપૂર્વક કેટલાક દિવસો રહીને કુમાર કનક રથની રજા લઈને કનકપુરથી ચાલી નીકળ્યો. પછી વિવિધ પ્રકારના વિમાર્ગોથી આકાશરૂપી મંડપને ભાવતે કુમાર પિતા ભુવનભાનુ રાજવી સાથે શ્રીપુર નગરે આવી પહોંચે. પુત્ર યુક્ત ભુવનભાનુ રાજાને આવેલા જાણી સર્વ વિદ્યાધર ભટણાં લઈને આવી પહોંચ્યાં. ભૂવનભાનુને પ્રણામ કરીને તેમનાથી બહુમાનપૂર્વક સત્કાર કરાયેલ તે વિદ્યાધરોએ આવનારી છાયાની જેમ કુમારનો આશ્રય લીધો. તે વિદ્યાધર રાજાઓથી આગ્રહપૂર્વક પ્રાર્થના કરાયેલ કુમારની સાથે સંબંધ થવાથી પિતાની જાતને ધન્ય માનતી એવી કન્યાઓને પરણ્યા પછી કુમારે રત્નમય ચૈત્યોને બંને પ્રકારે તેજસ્વી તેમજ ઉન્નત બનાવ્યા અને રથયાત્રાદિ વિગેરે મહોત્સવોથી પૃથ્વી પીઠ પર જૈન ધર્મની પ્રભાવના કરી. કુમારના પ્રભાવથી પૂર્વમાં કદી પણ નહીં અનુભવેલ તેમજ વચનથી પણ અવર્ણનીય તે આનંદ વિદ્યાધર રાજાઓને થયો. લાંબા સમય સુધી શ્રીપુરમાં રોકાઈને પિતાની રાજલક્ષમીને જોવાને માટે નલિની ગુમ કુમાર પોતાના પિતા સહિત કાંચનપુર નગરે ગયે. પિતાના સંબંધી વિદ્યાધર રાજાઓવડે સારી રીતે ભેટણું કરાયેલ કુમારે બધા કેદીઓને કારાગૃહમાંથી જલદી મુક્ત કર્યા. કુમારની રાજ્ય દ્ધિને જોઈને હર્ષિત બનેલા ભૂવનભાનુ રાજાએ વિચાર્યું કે- “જેને પુત્ર પુણ્યશાળી અને પુણ્યની વૃદ્ધિ કરનાર છે એવો હું ખરેખર ધન્યવાદને પાત્ર છું. શુભા નગરી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy