SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ * દેવકુમારની પારકું દ્રવ્ય ન લેવાની પ્રતિજ્ઞા અને વેશ્યાગૃહે ગમન, [ ૮૫ ] કારણે અન્યાયી અન્ય. રાજાના દુષ્ટાચરણથી વિલખા અનેલ જનસમૂહ ઉજવળ મુખવાળા પરશુરામ સાથે પોતપાતાના ઘરે ગયે. હવે હાર તથા દ્રવ્યપ્રાપ્તિના ઉપાયને ચિ'તવતા અને નાગરિક લેાકેાથી સ્તુતિ કરાતાં પરશુરામના દિવસે પસાર થવા લાગ્યા. મહાપુરુષા પેાતાના કાર્યાંમાં જ પીડા પામે છેસ્વકાર્યસિદ્ધિ કરી શકતા નથી, કારણ કે ચંદ્ર સમસ્ત વિશ્વને ઉજ્જવલ કરે છે, પરન્તુ પોતામાં રહેલ કલંકને દૂર કરવા સમર્થ થઇ શક્તા નથી. હારના લાભને કારણે રાજાએ પણ પરશુરામનું છિદ્ર શોધવાને માટે તેના જવા-આવવાના માર્ગને વિષે વીંટી તથા રત્ન વિગેરે મુકાવ્યા અને જડ પ્રકૃતિવાળા તેમજ વિશ્વાસુ નાકરને તે સ્થળે ચાકી કરવા માટે મૂકયા, પરન્તુ પરશુરામ તે મુનિવરની માફક તે વીંટી તથા રત્નાદિકને ધૂળ સમજીને, તેને નહીં ગ્રહણ કરતાં જ જવા-આવવા લાગ્યા. નાકરોએ આવીને તે હકીકત જણાવતાં ચિત્તમાં ચમત્કાર પામતાં રાજાએ પેાતે પરશુરામને ખેલાવીને તેના હારની સાથેાસાથ પેાતાના દેહું પર રહેલા આભૂષણા પણ હ પૂર્વક આપ્યા. ગુણુના આદર કાણુ કરતું નથી ? પછી રાજાએ ગુણધવલને મેલાવીને તેની પાસેથી પણ પરશુરામને કેાટિ દ્રવ્ય અપાવ્યું અને ગુણધવલે પણ પરશુરામના અત્યંત આદરસત્કાર કર્યાં. પ્રસન્ન થયેલા રાજાએ રાજસભામાં તેના વખાણ કરતાં કહ્યું કે–“ પૃથ્વીપીને વિષે તમારા જેવા મનુષ્યા વસતા હેાવાથી શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે, આથમેલા સૂર્ય ઉદય પામે છે, સમુદ્ર પાતાની મર્યાદા છેડતા નથી, મેઘા ચેાગ્ય સમયે વરસે છે, હજી પણ સત્ય, પવિત્રતા આદિ ગુણ્ણા ટકી રહ્યા છે.” પછી પરશુરામ રાજાને પ્રણામ કરીને હ`પૂર્ણાંક પેાતાના મંદિરે ગયા. જયદેવ શ્રેષ્ઠીની પ્રેમપૂર્વક રા લઈને સારા સાથ વાહ સાથે સારા મુહૂતૅ પ્રયાણ કર્યું અને પાતાના નગર કાંપિલ્યપુરમાં આવી પહોંચ્યા. પેાતાના આવાસમાં તેણે પ્રવેશ કર્યા એટલે તેના આવવાથી હુ પામેલા પિતાએ રાન્તનું તે આભરણુ (હાર) નીહાળ્યું અને તે રાજાને સુપ્રત કર્યું. પરશુરામે કાર્લીશ્રુત સબંધી સમસ્ત વૃત્તાંત પિતાને જણાવ્યેા. મંત્રી પણ પરશુરામને રાજા પાસે લઇ ગયે એટલે રાજાએ પણ તેનું સન્માન કર્યું. આ પ્રમાણે જે પારકાનુ ધન હરે છે તે કાલીસુતની ભાક નાશ પામે છે અને પારકાના દ્રવ્યને ધૂળ સમજનાર પરશુરામની માફક લક્ષ્મી તેમજ પ્રશસાને પાત્ર થાય છે. દેવકુમારે તે કથા સાંભળીને હૃદયને વિષે વિચાર્યું કે “આજથી લેશ માત્ર પણ પાર્ક દ્રવ્ય હરણ કરીશ નહીં. વેશ્યાએ કરેલ પ્રતિજ્ઞાને કાઈપણ પ્રકારે નિષ્ફળ બનાવીને હું મુનિવરના ચરણમાં શ્રી જિનેશ્વરકથિત ધમ સ્વીકારીશ.” આ પ્રમાણે વિચારીને તે સ્વમદિરે આન્યા. પછી એકદા તેણે રાજાને વિનંતિ કરી કે-“સમુદ્રતી રહેલા મારા પિતા પાસે જવા જીજી' છે. જ્યારે મારા પિતા સમુદ્ર-પ્રયાણ કરી જશે ત્યારે તેમને મળીને હું પાછે આવી પહોંચીશ.’ પછી રાજાથી રજા અપાયેલ દેવકુમારે તે જ હકીકત પેાતાની માતાને જણાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy