SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૫ અનેક વિચારણા કર્યા બાદ તેના આવાસમાં સુતેલા ભુવનભાનુને ઉપાડી લાવવા પવનગતિ નામના વિદ્યાધરને મેકલે છે અને તેના શહેરમાં જઈ ભુવનભાનુના અપહરણુની હકીકત જાણી તે વિદ્યાધર પા આવે છે. રાજા નિમિત્તિયાની હકીકતમાં શંકા લાવે છે, છતાં પણ ચારે બાજુ રાજાને શેખવા વિધાધરા મોકલે છે. અહિં શૃંગારમંજરી ભાનુશ્રીને કહે છે કે અખંડ ભાગ્યશાળી તારા સ્વામી કાલ અહિં આવ્યા હતા, તે મહાતેજસ્વી અને સામર્થ્યવાન છે. તે સાંભળી ભાનુશ્રી સાનંદ કામવિવલ થાય છે. પછી શૃંગારમજરીએ જણાવ્યા પછી ભાનુશ્રી પાતાના નગર ભણી જાય છે. આ બાજુ જતાં ભુવનભાનુ રાજા એક નદીના કિનારા ઉપરની કુંજમાં દ્વાર, કુંડલ અને ખાજુંથી શોભતા એક પુરુષ અગ્રીવા છેદાવાને કારણે મૂર્છા પામેલ, પીડિત અને ક્રાધ યુક્ત, શત્રુ તરફ્ હંગામેલી તરવારવાળા હતા, તેને જોઈને ભુવનભાનુ રાજાએ એઔષધિવલય( કડા )નું ચિંતન કરવાચી તે પુરુષ સચેત થાય છે અને હાથમાં તલવાર લઈ અરે ! વિધાધરાધમ ! મારી પ્રિયાને લઈ કયાં જાય છે ? તે પ્રમાણે આવેશપૂર્વક ખેાલતો ઉભા થાય છે ત્યાં તે ભુવનભાનુને જેઇ લજ્જિત થઇ જવાથી તેને નમસ્કાર કરી કહે છે કે મને વિતદાન આપવાથી હું આપના . ખરીદાયેલા હું અને આપના ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી. તેમ કહેતાં ભુવનભાનુ રાજા જણાવે છે. કે-જ્યારે હુ' તારી પત્નીને લાવી આપુ' ત્યારે મારા ઉપક્ચર સાર્થક ગણાશે, તે સાંભળી તે પુરુષ રાજાને કોઇ ઉત્તમ પુરુષ છે તેમ માને છે. “ ખરેખર મનેારથયી જ ઉત્તમપણુ કે અધમપણુ જણાઈ આવે છે. ’ પછી ભુવનભાનુના કહેવાથી તે પુરુષ પોતાનું વૃત્તાંત જણુાવે છે કે ' લક્ષ્મીપુર નગરમાં મકરતુ રાન્તને મકરધ્વજ નામના હું મોટા પુત્ર છે. મારા પિતાએ જયપુર નગરમાં જયશેખર રાન્ન પાસે તેની રતિસુંદરી નામની કન્યાની માગણી કરવા દૂતને મોકલ્યા. તે દૂતે ત્યાં જઇ, રાજાને નમસ્કાર કરી અને અસ્પરસ રાજાના કુશળ સમાચાર પૂછ્યા પછી દૂત અમારા રાજાના મેટા પુત્ર મકરધ્વજને રતિસુંદરીને આપે તેમ કહેતાં જયશેખર રાન્ત કબૂલ કરી દૂતને વિદાર્ય કરે છે. . ત્યારબાદ રત્નચૂડ વિધાધરના દૂત આવી તેના પુત્ર મણિચૂડને તમારી પુત્રી આપા તેમ કહેતાં રાખ દક્ષિણ્યતાથી તેનું વચન પણ માન્ય રાખે છે. અહિં જયશેખર રાજા રત્નચૂડ સાથે નક્કી હવે યુદ્ધ થશે તેમ વિચાર આવતાં ચિતામન થાય છે ત્યાં રતિસુંદરી આવી ચિંતાયુક્ત પિતાને તેનું કારણ પૂછતાં પિતાને કહે છે કે-આપે લેશમાત્ર ચિંતા ન કરવી, હું પોતે તે માટે સવ સુ ંદર કરીશ તેમ કહી વિદાય થાય છે. પછી રતિસુંદર ભવિતવ્યતા નામની સત્યવાહિની દેવીની આરાધના કરતાં દેવી પ્રત્યક્ષ થતાં પોતાના પતિ કાણુ થશે? તેમ પૂછતાં મધ્વજ થશે તેમ દેવી જણાવે છે. કાળક્રમે હું અને મણિચૂંડ એક સાથે જયપુરમાં આવ્યા. બનૈના રાજાએ સત્કાર કર્યાં. અમારા અને પાસે પોતાના પ્રધાનોં મારફત અમાને જણાવ્યું કે તમારામાંથી એકને કન્યા અપાય જેથી બીજો અમારો શત્રુ થાય, માટે ભવિતવ્યતા નામની સત્યવાદી દેવી છે તે કહે તે પ્રમાણે તમારે બંનેએ કરવુ. પછી એ પ્રધાના રાજાના અને એક એક પ્રધાન અમારે એમ ચાર જણાએ રાત્રિના દેવીના મંૉંદિરમાં જઈ પૂજા કરી, હાથ જોડી, પૂછ્યું ક–રતિસુ દરીનાં વર કાણુ થશે ? દેવીએ પ્રત્યક્ષ ય, તેના પતિ મકરધ્વજ થશે, તેમ કહેવાથી હકીકત સવારના પ્રધાન પોતપોતાના સ્વામીઓને જણાવે છે જેથી મચૂિડ કાંતિહીન બને છે અને ઇર્ષાળુ થઇ તે વખતે બેસી રહે છે, પછી અમારા લગ્ન થઇ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy