SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ { ૭૬ ]. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો સ્નાન કરીને તે ઘરે ચાલ્યો ગયો. પછી સુંદર વસ્ત્રો પહેરીને તે રાજદરબારે ગયા અને રાજાને પ્રણામ કરીને પોતાને ઉચિત સ્થાને બેઠે. પ્રાતઃકાળે સુભટએ આવીને રાજાને જણાવ્યું કે“મધ્યરાત્રિએ મારી આવી હતી, અમે તેની સામે થઈ શકયા નહીં. જાણે ચોરને ઓળખી કાઢવા માગતી હોય તેમ મડદા ના ઢગની વચ્ચે ઊભી રહીને પછી તે મારી થોડે દૂર ચાલી ગઇ. તે સ્થળે તેણે અગ્નિ સળગાવ્યો અને જોવામાં પાછા ફરીને અમે જોઈએ છીએ તે ત્યાં ધડ નહોતું.” બધા મડદાઓની મધ્યમાંથી કોઈપણ હેતુથી તેણે તે ધડ જ ઉપાડયું તેનું કારણ ડરપિક એવા તમે જાણી શક્યા નહીં. મારીના રૂપમાં તે ચેર જ હતે. લાંબા સમયે પણ હું તમારું સનું સુભટપણું જાણી શકો !” આ પ્રમાણે રાજાથી કહેવાયેલા તે સર્વે સુભટને તિરસ્કારપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા. પછી કોટવાલને પૂછતાં તેણે જણાવ્યું કે “હું હજી ચોરને પકડી શકયો નથી.” મંત્રીએ જણાવ્યું કે-“તે ચોર મહાબુદ્ધિશાળી જણાય છે. રાજ્યની ઉત્તમ વસ્તુઓ ગ્રહણ કરીને જે આ પ્રમાણે વર્તી રહ્યો છે, તો હે રાજન્ ! તે ચોર જરૂર તે ધડની રાખ પાણીમાં પધરાવશે, તે આપણે તે રાખની ચોકી કરવી જોઈએ.” ત્યારે રાજાએ પણ કોટવાલને તે રાખની ચોકી કરવા માટે હુકમ કર્યો. દેવકુમારે પણ જણાવ્યું કે“હે રાજન ! મંત્રીએ જે સલાહ આપી છે તે ઉચિત જ છે.” હવે કોટવાલ તે રાખની રક્ષા કરવા માટે તૈયાર થઈને તે રાખના ઢગલાની નજીકમાં ખાટલા પર બેઠા. તેવી સ્થિતિમાં તેના ત્રણ રાત્રિ-દિવસ પસાર થઈ ગયા છતાં કોઈપણ તેની નજરે ચઢયું નહીં એટલે તેને ઉત્સાહ ભાંગી પડ્યો. ચોથે દિવસે દેવકુમારે ગુટિકા દ્વારા કોટવાળની રખાત સ્ત્રી કમળાશ્રીનું રૂપ ધારણ કર્યું. ગામડે જવાના માર્ગ દ્વારા આવીને અને સાયંકાળે નદી ઊતરીને, ગળામાં મતીની માળાવાળી તેણીએ પિતાની જાતને પ્રગટ કરી. તેણીને જોઈને કોટવાલના સુભટેએ તેને તે હકીકત જણાવી ત્યારે કોટવાલે ફરમાવ્યું કે-“તેને અહીં લઈ આવે.” તેણીને જોઈને કેટવાલ હર્ષપૂર્વક બેલ્યો કે-“તારા આગમનથી મારી રાત્રિ આનંદદાયી બનશે. હે પ્રિયા ! કયા કારણથી અત્યારે તારું આગમન થયું છે?” તેણીએ જવાબ આપે કે-“નજીકના ગામમાં ઈષ્ટદેવીની યાત્રા કરવા માટે હું ગઈ હતી. તેને નમસ્કાર કરીને પાછા ફરતાં હું અહીં આવી ચઢી છું; તે હવે મને જવાની રજા આપો. આભૂષણવાળી, સહાય રહિત હું રાત્રિએ અહીં રહેવાને સમર્થ નથી. વળી મારી માતા પણ મારી ચિન્તા કરશે. હે સ્વામિન્ ! દેવીના દર્શન નિમિત્તથી મને આજે બ્રહ્મચર્ય પાળવાને નિયમ છે. ” ત્યારે જાણે વજાથી હણાયો હોય તેમ કોટવાલ બોલ્યો કે-“મને આજે કેટલી ઉત્કંઠા હતી અને તું તે આજે બ્રહ્મચારિણી બની છે તે પણ હું આજે વિનોદ વિનાને હેવાથી તે થોડો સમય મારી પાસે રહે. તું શેડો સમય મારી સાથે ઘતક્રીડા કર, પછી તને ઘરે પહોંચાડવા માટે સેવકે આપીશ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy