________________
દેવકુમારે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા કરેલ યુક્તિ-પ્રયુક્તિઓ. તે તેને કંઈક દ્રવ્ય આપે જેથી તે પોતાના સ્થાને જાય.” આ પ્રમાણે લોકોએ સૂચન કરવાથી કેટવાલે દયાળુ બુદ્ધિથી તેને મૂલ્ય આપ્યું. આ પ્રમાણે પિતાને હેતુ પાર પડવાથી કૃતકૃત્ય બનેલ દેવકુમાર ત્યાંથી ચાલ્યો ગયો. અને મુખમાંથી ગુટિકા લઈ લીધી. પિતાના મૃત્યુથી શેક અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી હૃદયમાં હર્ષને ધારણ કરતા તે દિવસના પાછલા પહેરે રાજસભામાં આવ્યા.
રાજાએ આરક્ષકોને વૃત્તાંત પૂછયું ત્યારે તે પૈકી એકે છાશ વેચનારી બાઈની હકીકત જણાવી એટલે રાજાએ તેઓને જણાવ્યું કે- “ તમે છેતરાયા છે. ખુલી રીતે રુદન ન કરવા છતાં સ્ત્રીવેષ ધારણ કરીને તે ચારે તમને પ્રપંચથી ઠગ્યા છે. માત્ર તેણે રુદન કર્યું છે એટલું જ નહીં પણ તમારી પાસેથી છાશના માટલાનું મૂલ્ય ગ્રહણ કરતાં તેણે પ્રત્યક્ષ રીતે તમારી પાસેથી દ્રવ્ય લીધું છે. જેણે કપટપૂર્વક સત્ય આચરણ કરેલ છે તે ચાર ખરેખર બુદ્ધિશાળી છે, તેણે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. હવે તમે આ ધડને મિશનમાં લઈ જાવ, જેથી તે આવીને અગ્નિદાહ આપશે.” તે વખતે દેવકુમારે રાજાને જણાવ્યું કે-“હે સ્વામિન્ ! આપ સિવાય ચોરને પકડવાનો ઉપાય કઈ જાણતું નથી.” રાજાએ તે ધડની રક્ષા કરવા માટે સુભ
ને આદેશ આપ્યો અને જણાવ્યું કે-“જે કઈ સ્ત્રી કે પુરુષ ત્યાં આવે તેને તમારે પકડી લેવો.”ચારના બુદ્ધિચાતુર્યથી સમસ્ત જનતા આશ્ચર્ય પામી.કોટવાલ પણ સર્વ સ્થળે ચારને શોધવા લાગ્યો. ખડી, ગેરુ અને કાજળથી લેવાયેલ અંગવાળ, પીળી દાઢીમૂછવાળે, કેડાના આભરણવાળ, ગળામાં લટકતી લીંબડાની માળાવાળ, મેરના પીંછાની ભાવળા, ભાંગેલી છીપલીની ભયંકર બે દાઢવાળે, બંને ખભા ઉપર બળતા પાંચ-પાંચ દીવાવાળા. અવાજ કરતી ચાખડીઓ પહેરેલે, મસ્તક પર બળતા દીવાવાળા ગરબાને ધારણ કરતે, ફેકારથી પિશાચની શંકાને દર્શાવતે, વિખરાયેલા વાળવાળો, જોરથી વગાડાતા ડમરુના નાદથી આકાશને ભરી દેતે તેમજ ભૂતોને પણ ડરાવતે એવો દેવકુમાર મધ્યરાત્રિએ તે સુભટેની સમક્ષ પ્રગટ થયો. તેને જોઈને તે સુભટના અંતઃકરણ ધ્રુજવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ ભયંકર ભૂત આવ્યું છે. કીડા માત્રમાં ખાઈ જવાની ઈચ્છાવાળી આ કોઈ મરકી પ્રત્યક્ષ જણાય છે. જીવવાની ઈચ્છાવાળાએ તેની સામે થવું જોઈએ, નહીં તો ચાલે નાશી જઈએ. ત્યારે કોઈ એક બુદ્ધિશાળી સુભટે કહ્યું કે-“આપણે આટલા બધા હોવાથી રાજા આપણને શિક્ષા કરશે નહીં, કારણ કે કઈ હજાર માણસ શિક્ષાને પાત્ર બનતા નથી, તે અહીંથી થોડે દૂર જઈને, મૂંગા ઊભા રહે, જેથી આપણા પર કલંક ન આવે. આ મારી કોઈ એક મુડદું લઈ જઈને શાન્ત થશે.”
બાદ તે સઘળા સુભટો વૃક્ષની આડમાં શાન્ત ઊભા રહ્યા. દેવકુમાર પણ કુંકાર કરતો તે ધડ લઈને દૂર ચાલ્યો ગયો. નદીના પુરમાં તણાઈ આવેલા લાકડાઓ વડે, પિતાની પાસે રહેલા ઘડીમાં રહેલ અગ્નિવડે અગ્નિસંસ્કાર કરીને, રાત્રિએ વનમાં વાસ કરીને પ્રાતઃકાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com