________________
{ ૭૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
સાથે શુષ્ક તેમજ આ રસવાળા ફળ યુક્ત એક જ થાળમાં સાથે બેઠે, અને સમસ્ત ઇદ્રિયાને હર્ષ આપનાર, સુંદર મીષ્ટ તથા ખારા જળપાનથી, તેમજ રાજાને લાયક બુદ્ધિ અને બળને વધારનાર ભેજન કર્યું
રાત્રિસમયે ભોગાસક્ત બનીને તેણે સૌભાગ્યમંજરી સાથે ઉત્તમ પ્રકારના ભેગો ભેગવ્યા. સૌભાગ્યમંજરીએ તેને તેવા પ્રકારે પોતાની બુદ્ધિથી રંજિત કર્યો કે જેથી દેવકુમાર આ સંસારને વિષે તેણીને જ સારભૂત માનવા લાગ્યા. દેવકુમાર દાસીને હમેશાં પોતાની મુદ્રિકા આપીને પિતાના ઘરેથી સુવર્ણ મંગાવવા લાગ્યો અને તેની માતા મહાલક્ષમી પણ પુત્રનેહને કારણે પાંચ સો સોનામહેર એકલવા લાગી. જેમ જેમ તેના ઘરેથી સુવર્ણ આવવા લાગ્યું તેમ તેમ પારકાના ધનમાં અત્યંત લુબ્ધ બનીને અક્કા તેને વિશેષ-વિશેષ સત્કાર કરવા લાગી. ચક્કાએ સૌભાગ્યમ જરીને સુચના આપી કે- “તારે તથા પ્રકારે સદભાવપૂર્વક દેવકુમાર સાથે વર્તવું કે જેથી તે તને આધીન બની જાય.” તેણીએ પણ તેને તથા પ્રકારે વશ કરી લીધું કે જેથી તેણીનો વિરહ સહન કરવાને તે શક્તિમાન ન થાય. દેવકુમાર કોઈ વખત હર્ષાવિત અને સંગીતમાં કુશળ સ્ત્રી સમૂહથી કરાતા ત્રણ પ્રકારના વાઘ. ગીત અને નૃત્યને જેતે હતે. કેઈવાર સૌભાગ્યમંજરીથી વગાડાતી વીણાને સાંભળતું હતું તે કઈવાર ઉઘાનક્રીડા કરતે હતે. ગાયક લોક સંગીત દ્વારા તેનું ગાન કરતા હતા અને બંદીજને તેની પ્રશંસા કરતા હતા. આ પ્રમાણે રત્નમય મંદિરમાં રહે તે દિવસ-રાત્રિને પણ જાણતો ન હતો. આ પ્રમાણે ભોગરૂપી કાદવમાં ડૂબેલા તેણે તેણીની સાથે બાર વર્ષ પર્યન્ત ભોગ ભોગવતાં બાર કોડ સેનૈયાને વ્યય કર્યો.
કે એક દિવસે અકાએ મુદ્રિકા આપીને, હજાર સોનામહોર લાવવાને માટે દાસીને તેના ઘરે મોકલી. હવે તે દેવકુમારની માતા મહાલક્ષમી, નામ માત્રથી મહાલક્ષમી રહી હતી અર્થાતેનું દ્રવ્ય ખલાસ થઈ ગયું હતું તેથી અશ્રુ સારીને તેણીએ પિતાના શરીર પર રહેલા આભૂષણ તે દાસીને આપ્યું. દાસીએ પણ તે વૃતાંત કહેવાપૂર્વક દેવકુમારની સમક્ષ તે આભૂષણ મૂકયું, ત્યારે તે સંબંધી વિચાર કરીને સૌભાગ્યમંજરીએ દાસીને જણાવ્યું કેપાછી જઈને આ આભૂષણ દેવકુમારની માતાને પાછું આપી આવ. દાસીએ પણ તથા પ્રકારે કર્યું. સૌભાગ્યમંજરી પણ પૂર્વની માફક દેવકુમારની શુશ્રષા કરવા લાગી. પછી અકાએ સૌભાગ્યમંજરીને કહ્યું કે- “હે પુત્રી ! આ ધનહીન દેવકુમારનો તું ત્યાગ કર.” એટલે તેeણીએ જણાવ્યું કે- “હે માતા ! કોડા સેનામહોરને આપનારા આ પુરુષને કેમ ત્યાગ કરી શકાય? આ કુમાર હમેશ માટે ભલે અહીં રહે. બીજા કેઈની કે ધનની હવે મારે જરૂર નથી. આંખ વિનાના મુખની માફક ગુણુશાળી દેવકુમાર રહિત ધનથી શું પ્રયોજન છે?” સૌભાગ્યમંજરીનો તથા પ્રકારને આગ્રહ જોઈને અક્કાએ પિતાની દાસીઓને સૂચના આપી
તુમારે દેવકુમાર પ્રત્યે તથા પ્રકારે અયોગ્ય આચરણ કરવું કે જેથી તે પોતે જ આપડ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com