SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકુમારનું વેશ્યાના મંદિરે ગમન [ ૧૮ ]. પૂતળીની જે રીતે ઉત્પત્તિ થઈ છે તે તું સાંભળ. - કેટલાક વર્ષો પૂર્વે અહીં દૂર દેશથી, વિશિષ્ટ જ્ઞાનવાળો કોઈ એક સુતાર આવ્યો હતું. તેણે રાજાની રાજસભામાં સૌભાગ્યમંજરી નામની વેશ્યાનું પ્રતિબિંબ બનાવવા બીડું ઝડપ્યું. જે કઈ સૌભાગ્યમંજરીનું યથાસ્થિત પ્રતિબિંબ કોતરશે તેને હું હેશિયાર માનીશ. જ્યારે બીજા સુતારે તેમ કરવાને અશકત નીવડ્યા ત્યારે તે પરદેશી સુતાર તે પ્રતિબિંબ ઘડવા લાગે. વસ્તુને બનાવતા બ્રહ્મા દ્વારા ધુણાક્ષરન્યાયથી સૌભાગ્યમંજરી બની ગઈ તેમ પૂતળી ઘડતાં એવા તે સુતારને કંઈક સાદશ્ય પ્રાપ્ત થયું એમ રાજાએ જાણ્યું. અને તેને મળતાવડી પૂતળી બની ગઈ.” આ પ્રમાણે હકીક્ત સાંભળીને તેણે તેણીના આવાસ-મંદિર સંબંધી પૃચ્છા કરી ત્યારે મિત્રોએ કહ્યું કે-“તે સ્થળ બહુ દૂર નથી.” ત્યારે તેઓની સાથે તે વેશ્યાના મંદિરે ગયો. નિધાન સરખા આવતાં તેને થોડા દૂરથી જ જોઈને અકાએ તેને બોલાવવા માટે દાસીને મોકલી. જેમાં અગરુનો ધૂપ સળગી રહ્યો છે તેવા, પુષ્પના ગુચછા સરખા મતીસમૂહવાળા, ચિત્ર-વિચિત્ર અને મણિના પડથારવાળા વાસગૃહમાં રહેલી, હીંડોળા પર શયામાં બેઠેલી, હસ્તમાં રાખેલ દર્પણમાં પિતાના રૂપને જોતી એવી પિતાની પુત્રી સૌભાગ્યમંજરીની પાસેથી જલ્દી ઊભી થઈને તેણે તે કુમારની સામે ગઈ. અને રત્નની ઝારીમાંથી પાદ–પ્રક્ષાલન માટે પાણી આપ્યું. પછી પોતાના મિત્રવર્ગને રજા આપીને અત્યંત સન્માન અપાયેલ તે દેવકુમાર, સૌભાગ્યમંજરીથી અપાયેલ આસન પર બેઠે. કપટ-નાટકમાં કુશળ તે અકકા સ્વાગતકુશળ પ્રશ્નો પૂછવાપર્વક તેને ખુશ કરવા માટે મધુર વચન બોલવા લાગી. હે સુંદર પુરુષ! તમને જોવાથી મારા નેત્રો કૃતકૃત્ય બન્યા છે. અગણિત પુણ્યને લીધે, દુઃખને નષ્ટ કસ્નાર તમારું દર્શન અમને થયું છે. તમારા ચરણકમળથી પવિત્ર બનેલ અમારું મંદિર મથક બન્યું છે. અને સૌભાગ્યમંજરીએ આજે જયપતાકા પ્રાપ્ત કરી છે. અકક્કાના વચના સાંભળતાં અને તેની પુત્રી સૌભાગ્યમંજરી વેશ્યાને જોતાં તેણે મિત્રોનું વચન સત્ય માન્યું તેમજ પોતાની જાતને પણ સ્વર્ગમાં રહેલી જાણી. હર્ષિત બનેલ અકાએ દાસીઓને આદેશ કર્યો કે “દેવકુમારને જલદી સ્નાન કરાવે.” ભાસીઓએ સ્નાનગૃહમાં તેને લઈ જઈને તથાપ્રકારે તેનું તૈલાદિકથી અત્યંગન કર્યું કે જેથી અત્યંત સુખને લીધે બીજું બધું તે ભૂલી ગયો. પછી તે દાસીઓએ સુગધી જળથી ભરેલા સુવર્ણના કળશ દ્વારા સાવધાન બનીને મણિમય ઊંચા આસન પર બેઠેલા તેને સ્નાન કરાવ્યું તેના શરીરને વસ્ત્રથી લૂંછીને, ઉતમ વસ્ત્રો આપીને, વિલેપન કરીને તેને કપૂરમિશ્રિત તાંબૂલ આપ્યું. પછી અકાએ તેને જણાવ્યું કે-“ડા સમય સુધી આ પલંગ પર બેસીને આરામ કરે જેટલામાં ઉત્તમ રસવતી તૈયાર થઈ જાય.” ક્ષણ માત્ર આરામ લઈને તે સૌભાગ્યમંજરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy