________________
દેવીપ્રસાદથી દત્ત શ્રેષિએ કરેલ પુત્રપ્રાપ્તિ
[ ૬૭ ]
તારા મરથ પરિપૂર્ણ થાઓ” એમ વૃદ્ધ સ્ત્રીઓથી અપાતા આશીર્વાદને હર્ષ પૂર્વક ગ્રહણ કરતે, નિર્મળ અંતઃકરણવાળ દત્ત શ્રેણી, થોડા પરિવાર સાથે, પિતાના નગરના બહારના ઉદ્યાનમાં રહેલા મહાદેવના મંદિરમાં સ્થાપિત કામદુધા નામની દેવીની આરાધના કરવા માટે હર્ષપૂર્વક ચાલી નીકળે. તે દેવીને હવણ કરાવી, વિલેપન કરીને તેમજ પૂજા કરીને તેણે કહ્યું કે-“હે દેવી! હવેથી તારા ચરણે જ મારા શરણભૂત છે” આ પ્રમાણે બોલીને તે પવિત્ર મંદિરમાં દર્ભના સંથારા પર બેસીને, અને સાત્વિક વૃત્તિ ધારણ કરીને ઉપવાસ કરવા લાગ્યા. સાતમા ઉપવાસે ધ્વનિ કરતાં ઝાંઝરના શબ્દદ્વારા પોતાના આગમનને સૂચવતી કામદુધા દેવી તેની સમક્ષ પ્રત્યક્ષ થઈ. પિતાના દિવ્ય આભરણદ્વારા સર્વર પકાશને પ્રસરાવતી દેવી બેલી કે- “હે પુત્ર ! હું તને પ્રસન્ન થઈ છું, તારી ઈચ્છામાં આવે તે વરદાન માગ.” બાદ દત્ત શ્રેષ્ઠીએ મસ્તક પર બે હાથ જોડીને દેવીને જણાવ્યું કે - “હે દેવી ! મારે ભાર ઊપાડવાને સમર્થ અને હર્ષ પમાડનાર એ પુત્ર મને આપે.” ત્યારે ખિન્ન મુખવાળી દેવીએ જણાવ્યું કે “તે અયોગ્ય સમયે મારા પાસે પુત્રની માગણી કરી છે, જેથી તારે વિનાશ કરનાર પુત્ર તને પ્રાપ્ત થશે. જે તું કેટલાક દિવસો રાહ જુએ તે તને કીર્તિ, લક્ષમી, વિનય અને સુખ આપનાર એ પુત્ર આપું.” દત્તે વિચાર્યુ કે-“જે હ’ કેટલાક દિવસો પર્યન્ત રાહ જઈશ તો મહાલક્ષમી મૃત્યુ પામશે અને લોકોમાં મારી હાંસી થશે. હવે હું વધારે ઉપવાસ કરવાને સમર્થ નથી. આ દેવી બહાનું બતાવી રહી છે. ભલે જે થવાનું હોય તે થાય, પણ મારા આયુષથી ભલે મારી પત્ની જીવતી રહે. પુત્રથી તો મારું મૃત્યુ તે જમ્યા પછી ઉચિત કાળે થશે, પરંતુ મારી પત્ની તે હમણાં જ મૃત્યુવશ થઈ રહી છે. “આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે-“હે દેવી! મને હમણાં જ પુત્ર આપે.” ત્યારે આમાં મારો કોઈ દોષ નથી” એમ બોલીને દેવીએ તેને જણાવ્યું કે-“પશ્ચિમ દિશામાં એક આમ્રવૃક્ષ છે તેનું એક ફળ તું ગ્રહણ કરજે.”
દેવી અંતર્ધાન થયા બાદ તેણે આંબાના ઘણું ફળો ગ્રહણ કર્યા. ભવિષ્યમાં પુત્ર ચાર થવાને હાઈને તે દત્ત શ્રેષ્ઠી સજજન હોવા છતાં તેનું આવા પ્રકારનું ચિત્ત થયું. એટલામાં તે ઘણા ફળે લઈને નીચે ઊતરે છે તેવામાં તેના ખોળામાં ફક્ત એક જ ફળ રહ્યું; બાકીના પાછા વૃક્ષ પર ચોટી ગયા. વિસ્મય પામેલ અને પિતાના અનુચિત કાર્યને વિચાર કરતાં તેણે એક કેરી પિતાની પત્નીને આપી અને સંતોષ પામેલી તેણીએ તે ફળ ખાધું. તે જ દિવસે દેવીના પ્રભાવથી તેણીએ ગર્ભ ધારણ કર્યો અને તેની સાથોસાથ તેણીના અંગે પાંગ પણ પુષ્ટ બનવા લાગ્યા. તીખા, ખાટા, કડવા અને ખારા પદાર્થોને નહીં ખાતી અને નિરંતર મંદમંદ ગતિએ ચાલતી તે, કૃપણ માણસ જેમ ધનની રક્ષા કરે તેમ ગર્ભનું રક્ષણ કરવા લાગી. તેણીના ગર્ભ સંબંધી દેહલાને દત્ત પૂર્ણ કર્યા અને તેણીએ પણ સંપૂર્ણ સમયે દેવ સરખા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે સમયે, વાજિંત્ર, ગીત અને નૃત્યથી મનેહર, પુષ્કળ અક્ષતથી ભરેલા પાત્રવાળે, મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com