SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો હાથમાં મસળાયેલી માલતી પુષ્પની માળાની માફક તેમજ દિવસે ચંદ્રની રેખાની જેમ તું અચાનક કાંતિ રહિત કેમ બની ગઈ? શું હવામીએ કહેલ કંઈપણ અપ્રિય તને યાદ આવી ગયું? અથવા તે શું તમારા કુટુંબી જનોને મળવાની ઉત્કંઠા થઈ છે? લાંબા સમયથી રક્ષાચેલા ધનનો શું નાશ થયે છે? અથવા તો સેવકવર્ગમાં કેઈએ શું તમારા હુકમનો અનાદરતિરસ્કાર કર્યો છે? અથવા તે શું શરીર કંઈ અસ્વસ્થ બન્યું છે? લાંબા સમયથી ઈચછેલ કોઈ મનોરથ શું ફળે નથી ? મહેરબાની કરીને મને જે હોય તે સ્પષ્ટ જણાવે જેથી દત્ત શ્રેષ્ઠીને જણાવીને તમારું વાંછિત સિ & કરું.” ત્યારે મહાલક્ષમીએ જણાવ્યું કે શ્રેષ્ઠીના પ્રસાદથી મને સર્વ પ્રકારે સુખ છે; ફક્ત સંસારસુખના કારણભૂત પુત્રની પ્રાપ્તિ નથી થઈ. આ પુત્ર-સુખ તો પૂર્વે ઉપાર્જન કરેલ કર્મને જ આધીન છે. પુરુષોનો પુરુષાર્થ લેશમાત્ર કામ આવતું નથી. તારે આ હકીકત શ્રેષ્ઠીને જણાવવી નહીં, કારણકે તેથી તે પણ મારી માફક દુઃખદ ન બને. ” પછી વસ્ત્રાભરણોથી સુશોભિત, અને કીડા કરતાં બીજાઓના બાળકોને તેણી જીવે છે તેમ તેમ તેણે ખિન્ન બને છે. અમાવાસ્યાના ચંદ્રબિંબની માફક ખિન્ન બનેલી તેણે કેટલાક દિવસ બાદ અત્યંત દુર્બળ બની ગઈ. તેણીને તથા પ્રકારની દુબળી જોઈને દત્ત શ્રેષ્ઠીએ તેણીને પૂછયું કે-“દેદીપ્યમાન દાવાનલથી બળેલી લતાની માફક તું કેમ દેખાય છે?” ત્યારે શ્રેણીને કઈ પ્રકારનું દુઃખ ન થાઓ” એમ વિચારીને તેણીએ કંઈ પણ કારણ જણાવ્યું નહિ એટલે શ્રેષ્ઠીએ નૈમિત્તિકોને પૂછ્યું. ગ્રહબળની ગણત્રી કરીને તેઓએ જણાવ્યું કે-“તમારી પનીને સૂર્ય પીડી રહ્યો છે, તે પજા કરવાથી તે શાન્ત થશે.” ત્યારે દત્ત શ્રેષ્ઠીએ સૂર્યની પૂજા માટે ઘણું દ્રવ્ય તેઓને આપ્યું. એટલે દ્રવ્યની લાલસાથી તેઓ બીજા બીજા ગ્રાની પીડા બતાવવા લાગ્યા. આ રીતે ઘણું દ્રવ્ય વાપરવા છતાં પણ પોતાની પત્નીને કોઈપણ પ્રકારનો લાભ નહીં જઈને મેહના વશથી તેણે તેને મંત્રવાદીઓને બતાવી, ત્યારે મહાલક્ષમીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! નકામો દ્રવ્યવ્યય ન કરે. એગ્ય સમયે હું સ્વયં જ સાજી થઈ જઈશ.” દત્તે જણાવ્યું કે-“શું તારા કરતાં દ્રવ્ય મને વધારે વહાલું છે? શું માણસને સેના કરતાં તેને મેલ વહાલો હોઈ શકે ? ” આ પ્રમાણે અટકાવવા છતાં પણ શ્રેષ્ઠી દ્રવ્ય ચય કરતાં અટકો નહીં ત્યારે મહાલક્ષ્મી એ પિતાનો મનોરથ તેને જણાવી દીધું એટલે દત્ત પિતાના બંને હાથને ઘસતાં કહ્યું કે-“પુત્રપ્રાપ્તિના વિષયમાં તેં તારા આત્માને ખેદયુક્ત બનાવ્યું તે ઠીક કર્યું નહીં. હવે હું તથા પ્રારે કરીશ જેથી તને પુત્રપ્રાપ્તિ થશે. મનને પુરુષાર્થ કરવાથી હમેશા લાભ થાય છે. સ્વામીના આવા પ્રકારનાં વચને સાંભળવાથી મહાલક્ષમીનાં અંગો વકફવર બની ગયા. જેમ વસંતઋતુની શરૂઆતથી જ લતા બે વિકસ્વર બને છે. કે એક દિવસે પવિત્ર થઈને, સ્ત્રીને શિખામણ આપત, પૂજાના સાધન-સામગ્રીવાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy