________________
બુદ્ધિ વિષયે સત્યકીનું દષ્ટાન્ત
[ ૫૩ ].
ચકવતીં બનેલ ભુવનભાનુ રાજવી રાજય કરવા લાગ્યા અને હર્ષપૂર્વક સર્વ પ્રકારનાં કીડાસ્થાનેને જોવા લાગ્યા અર્થાત્ કીડા કરવા લાગ્યા.
તે રાજવી નૂતન-નૂતન જિનાલયો કરાવતે, જી ચેત્યોને ઉદ્ધાર કરાવતે, વળી જુદા જુદા પ્રકારની રથયાત્રાઓ પણ કરાવતે. જેમ આચાર્ય મહારાજ પર્ષદામાં ધર્મને જ ઉપદેશ આપે તેમ સિંહાસને બેઠેલ તે રાજવી, સેવાને માટે આવેલ રાજવીઓને ફક્ત ધર્મને જ ઉપદેશ આપતો હતો. તેના રાજ્યમાં ધર્મનું એક છત્રી રાજ્ય થયું તેથી કઈ પણ પ્રકારને અવકાશ ન મળવાથી અધમ દૂર નાશી ગયે. - કોઈ એક દિવસે ચાંદની ખીલી રહી હતી તેવી રાત્રિને વિષે મહેલના ઉપરના ભાગમાં અગાશીમાં રહેલા સિંહાસન પર બેઠેલા તેમજ પોતાના મુખ્ય મુખ્ય માણસ નજીકમાં રહ્યા હતા ત્યારે રાજાએ મને (વિચક્ષણને ) કહ્યું કે- “હે વિચક્ષણ મંત્રી! તમે જણાવો કે ચંદ્ર કરતાં અધિક સુખ આપનાર કોણ છે? અને આકાશપ્રદેશ કરતાં પણ વિશાળ કેણ છે?”
' મેં જવાબ આપ્યો કે –“હે રાજન ! જગતમાં આપ જ આ વસ્તુને બરાબર જાણે છે, અન્ય કઈ જાણતું નથી છતાં ચારણશ્રમણ મુનિએ કહેલ કંઈક હું આપને જણાવું છું કે-ચંદ્ર કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવંતનું વચન વિશેષ સુખદાયક છે અને સજન પુરુષોની બુદ્ધિ ગગન કરતાં પણ વિશાળ છે. વિષયસુખથી પરાગમુખ બનેલા તે ચારશુશ્રમણ મુનિવરેએ સંક્ષિપ્તમાં, બુદ્ધિ વિષયક જે દષ્ટાન્ત મને કહેલ તે આપને નીચે પ્રમાણે કરી સંભળાવું છું–
વસંતપુમાં જિતારિ નામનો રાજા હતો કે જે શત્રુઓના હૃદયમાં શલ્યરૂપ હતો, જ્યારે સ્ત્રીઓના હદયને રોમાંચિત કરનાર હતો. તેને વિશ્વ પર ઉપકાર કરનાર તેમજ દરિદ્રી લોકો પર વિશિષ્ટ પ્રકારે પક્ષપાત ધરાવનાર સુબુદ્ધિ નામને મંત્રીશ્વર હતો. તે નગરમાં સંપત્તિને કારણે કુબેર સમાન સત્યકી નામને શ્રેષ્ઠી હતો કે જે નિઃસ્પૃહ ગુણને કારણે ધન તેમજ પિતાના શરીરથી અન્યનો ઉદ્ધાર કરતો હતો. તે ધર્મા, પરોપકારી, સરલ, કરણવાન, ગુણવાન આ પ્રમાણે લોકોને વિષે પ્રસિદ્ધિ પામ્યો હતે. વિશ્વમાં ભ્રમણ કરતા પિતાની કીર્તિને, તેને થાક દૂર કરવાને માટે જ જાણે વિશ્રામસ્થાને હોય તેમ તેણે અનેક દાનશાળાઓ કરાવી. તે શ્રેષ્ઠીને પ્રભાકર નામને પુરોહિત ગાઢ મિત્ર હતે. સત્યકી સ્વભાવે સરળ હતો ત્યારે પ્રભાકર કપટી હતે. પિતાના સરલપણાના ગુણને કારણે સત્યથી પ્રભાકર પુરોહિતને સાચે માનતે હતો જ્યારે પ્રભાકર પિતાના ધનનું રક્ષણ કરીને સત્યકીનું ધન ખાઈ જતે હતા. જેમ વેશ્યામાં આસક્ત થયેલ પ્રાણી પિતાના ધનને નાશ કરે તેમ સત્યકીએ ક્રીડાસક્ત પ્રભાકરની સાથે મિત્રાચારીને કારણે પિતાના દ્રવ્યનો નાશ કર્યો,
કે એક સમયે સત્યકીએ વિચાર્યું કે-હવે મારી પાસે થોડુંક ધન છે તો અધિક દ્રવ્ય આપનાર સમુદ્રયાત્રા હું કરું. જો હું સમુદ્રગમન નહીં કરું તે મારું ધન ખલાસ થઈ જશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com