SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગર્ જો તથા પાયદળને જે જે પ્રહારો થયા હતા ને તે પ્રહારોને પોતાની પાસેના ઔષધિવલયના જળથી રૂઝવી નાખ્યા. ⭑ બાદ લક્ષ્મીતિલક નગરના માને ત્યજી દઇને ભુવનભાનુ શ્રીપુરનગરે ગયા અને નાગરિક જનેાથી સન્માનિત તેએ નગરની બહાર પડાવ નાખીને રહ્યા. દરેક આવાસેામાં સુગંધી જળથી ભૂમિપીઠ સિંચવામાં આવ્યુ', દરેક ચૌટામાં મેાતીના તારા ખાંધવામાં આવ્યા, શુઓના તારણાથી શે।ભતા માંચડાએ ઊભા કરવામાં આવ્યા, રંગભૂમિને સુવણૅના તારલાઓથી સુશેભિત કરવામાં આવી, પંચર'ગી વસ્ત્રના સમૂહથી હાટડીએ શેાભાયમાન કરવામાં આવી, હજારો હાથી, અશ્વ તથા ત્રિમાને શણગારવામાં આવ્યા, મનેાહર વાજિંત્રો વાગવા લાગ્યા, પ્રેક્ષક લેાકેા એકત્ર થવા લાગ્યા તે સમયે ભાનુશ્રીની સાથે દિવ્ય વિમાનમાં બેઠેલા, સુંદર, સૌભાગ્યશાળી, નિળ આશયને કારણે પાપને નષ્ટ કરનાર, કન્યા, યુવતીએ અને વૃદ્ધ સ્ત્રીઓથી અનુક્રમે જેવાતા, પરાક્રમી, પુણ્યવાન, દાતા, કુશળ, શ્રેષ્ઠ કવિ, પંડિત, દયાળુ, સરલ, ન્યાયી, ગંભીર, ધૈશાલી, આ પ્રમાણે ઇષ્ટ ગુણાને ગ્રહણ કરવામાં તત્પર અને સત્કાર કરતાં નાગરિક જનાથી જેના ગુણને પાર પમાતા નથી, શ્રીપુર નગરની અપૂર્વ શેાભાને નીહાળતે, શ્રેષ્ઠ વસ્તુએ ભાનુશ્રીને પ્રેમપૂર્ણાંક દર્શાવતા, મ`ચા પરથી ફેંકાતી લાજા(ધાણી વિ. મંગલસૂચક પદાર્થો)ને ગ્રહણ કરતા, ત્રણ પ્રકારનાં વાજિંત્રોને જોતા, વારાંગનાઓથી મગળ કરાતા અને તેઓને સંતોષપૂર્ણાંક દાન આપતા, વીંઝતા ચામરવાળા, શ્વેત છત્રોથી સુશાભિત, એકત્ર થયેલા પુણ્ય સમૂહથી જાણે વીંટળાઈને આવતા હોય તેવા, એક આંખમાં આંજણ આંજેલી, છૂટી ગયેલા કેશકલાપવાળી, મુખ પર અધ શાભા કરેલી, કટિપ્રદેશ પર પહેરેલા વસ્ત્રની નાડીને હાથમાં પકડી રાખતી, ફક્ત એક જ પગલે અળતાથી રંગેલી, તૂટી રહ્યા છે મેતીના હાર જેના એવી કેટલીક-કેટલીક સ્ત્રીએથી ઉતાવળે જોવાતા ભુવનભાનુ રાજવી ગેાશીષ ચંદનથી લી`પેલા પડથાવાળા, સિંહાસન સ્થાપન કરાયું છે. જેમાં, સુંદર ચંદરવાવાળા, પુષ્પની માળાએથી સુશેભિત, બળતા અગરુ ધૂપવાળા, મેાતીના સાથીઆએથી પૂરેલા, પૂર્ણ કળશાવાળા એવા રાજમંદિરમાં આવી પહોંચ્યા. બાદ દૂતને મેાકલીને મેલાવાયેલ અને આવી પહેાંચેલા કનકરથ વિગેરે વિદ્યાધરેશેાએ તેમના વિદ્યાધર ચક્રીપણાના અભિષેક કર્યો. જો કે તેમની રાજલક્ષ્મી સાત અ ંગેાથી સુંદર હતી છતાં ભાનુશ્રીને કારણે તે તેને આઠ અંગવાળી માનવા લાગ્યો તે યુક્ત જ હતું. દરેક રાજાએને વશ કરનાર, શૂરવીર અને હમેશાં સમસ્ત લેાકેા પર ઉપકાર કરનાર ભુવનભાનુ રાજવીના પ્રતાપ ચાતરમ્ વિસ્તરી ગયા. કવિની નજરમાં તેનું રાજ્ય પારકાના ઉપલેાગ માટે જ જણાતું, જડતા(મતા) શીતકાળ(ઠંડી )માં જ હતી, મદ (અભિમાન) મટ્ઠોન્મત્ત હસ્તીઓમાં હતા, ભેગના અભાવ મુનિજન વિષે હતા, ધ્વનિ ઝાંઝરને વિષે હતા, અમર્યાદપણું ગુણાને વિષે જ હતું, અથવા તા સ્ત્રીઓની નજરમાં હતું, વ્યાકરણના અભ્યાસમાં જ ઉપસર્ગનું કથન કરવામાં આવતું, સંધિ કે વિનાશ કાઇ પણ સ્થળે જોવામાં આવતા નહીં. આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy