SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [[ ૩૦]. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે ગયા. તે સમયે પ્રસ્વેદના બહાનાથી અમારા બંનેનું દુઃખ ગળી ગયું. વળી કરમોચન સમયે મારા પિતાએ અશ્વ, હસ્તી, સુવર્ણ અને રત્ન વિગેરે આપ્યું. પિતાએ પછી મને શિખામણ આપતાં કહ્યું કે-“ હે પુત્રી ! આ તારા સ્વામીના સુખે સુખી અને દુઃખે દુઃખી બનજે. * બાદ વિવિધ પ્રકારના વિલાસેદ્વારા અમારો દિવસે નિમેષ માત્રની માફક વ્યતીત થઈ ગયા. ખરેખર સજજન પુરુષના સંગથી જતો એ કાળ જણાતો નથી. કેટલાક દિવસો બાદ મારા પિતાની રજા લઈને, સિંહકુમાર, જેનું સ્વાગત કરવાને નાગરિક લકે સામે આવ્યા છે તેવા અમારા નગરે, મારી સાથે આવી પહોંચ્યા. અનેક માંચડા અને હાટડીઓની શોભાથી મનોહર દેખાતા, અનેક લોકોથી વ્યાપ્ત રાજમાર્ગવાળા, સુગંધી જળથી સિંચિત પૃથ્વીપ્રદેશવાળા તે નગરમાં નગરસ્ત્રીઓ મંગળગીત ગાઈ રહી હતી ત્યારે, મારી જેવી ઉત્તમ સ્ત્રી પ્રાપ્ત કરવાથી યુવાન લોકે સિંહકુમારની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે, સિંહકમાર જેવા સુંદર સ્વામીને પ્રાપ્ત કરવાથી યુવતીઓ મારી પ્રશંસા કરી રહી હતી, ત્યારે, ચારે બાજુથી વિમાનથી વીંટળાયેલ દિવ્ય વિમાનમાં બેઠેલો, પૃથ્વીપટ પર ચાલવાથી જેઓએ રાજમાર્ગોને સંકુચિત કરી નાખ્યા છે તેવા સૈનિક સમૂહવાળો, લકેવડે સ્તુતિ કરાતો, શ્રેષ્ઠ સ્ત્રીઓ વડે આંગળીથી દેખાડાતે, ડાબી બાજુમાં બેઠેલી મને અનેક રમણીય સ્થાનને દર્શાવતે, પવિત્ર સ્ત્રીઓના મંગળ આશીર્વાદેને રવીકારતે સિંહકુમાર રત્નોના સ્તંભ પર રહેલ પૂતળીઓથી સુશોભિત સ્વર્ગલોકને તિરસ્કારી કાઢનાર સૌદયવાળા પોતાના મહેલમાં આવી પહોંચ્યો. મેં મારા સસરા કુસુમસારને સુંદર પ્રણામ કર્યા જે વખતે મારા સસરાએ મને રત્નાદિ અલંકારો એટલાં બધાં આપ્યાં કે જેની સીમા નહોતી. મસ્તક પર માલતીની માળાની જેમ લોકેવડે સન્માન કરાતી હું સુખપૂર્વક દિવસો વિતાવવા લાગી, તેવામાં વસંત ઋતુ આવી પહોંચી. ભાટચારણના વચન સરખા પુષ્ટ બનેલ કોયલના મધુર દવનિવાળી તેમજ ઊંચા દંડવાળા કમળની શોભાવાળી વસંત ઋતુ રાજાની માફક શોભી રહી હતી. મંજરીરૂપી ધનુષ્ય પર રહેલા ભમરારૂપી બાણવાળી વસંતઋતું જાણે જગત જીતવાને ઈચ્છતા કામદેવને સહાય કરવાને આવી હોય તેમ શોભી રહી હતી. અન્યથા શ્યામપણને હર કરનારી વનરાજીને જાણે જોઈને જ હોય તેમ, હરાયેલ ભાવાળી સ્ત્રીઓ ક્ષણે ક્ષણે ખિન્ન થવા લાગી. પાંદડાવડે આ અશક અમારી શેભાને ગ્રહણ કરે છે તેમ જ વિયોગાવસ્થામાં અમને સંતાપે છે એમ વિચારીને જાણે હેય તેમ યુવતી અને પિતાના ચરણથી અશોકને પાદપ્રહાર કરે છે ( અર્થાત્ સ્ત્રીને ચરણઘાતથી અશેક વૃક્ષ વિકસ્વર થાય છે.) તે સમયે મેં મારા સ્વામીને કહ્યું કે-“મને આ વનલક્ષમી દેખાડે.” ત્યારે તે જ ક્ષણે મારું કથન સ્વીકારીને મને મારા સ્વામી વિમાનમાં બેસાડીને નીકળ્યા. વસંતઋતુની લક્ષમીસ્વરૂપ ચંપક વૃક્ષને અમે બંને, મન સંતુષ્ટ બને ત્યાં સુધી જેવા લાગ્યા. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy