SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સગ ૧ લે આ પ્રમાણે સાંભળીને જીવવાની આશા વિનાના મેં અથુપાત કર્યો અને મેં વિચાર કર્યો કે-તે સમયે મારા ઉપવનમાં તેનું દર્શન કયાં? પિતાની આજ્ઞાથી સમુદ્રની હુસ્તર યાત્રા કયાં ? હે દેવ ! મારા પ્રાણત્યાગમાં તું મને સહાય કર. જીવવાનું સુખ મેં જોઈ લીધું તે હવે મને મૃત્યુનું સુખ દેખાડ. હે રત્નાકર ! બીજા સેંકડે રત્નથી તારી મૂર્તિ (તૃપ્તિ) ન થઈ કે જેથી દુપ્રાપ્ય એવું આ નરરત્ન (ચંદ્રકુમાર) તેં હરી લીધું.” આ પ્રમાણે અશ્રયુક્ત મને જોઈને ચંદ્રશ્રી બલી કે-“બહેન ! તુ કેમ દુઃખી બની છે તેનું કારણ મને મહેરબાની કરીને કહે. જે તું મને વહાલી ગણતી હો તે મને તારા દુઃખમાં ભાગીદાર બનાવ. તે પુરુષને ખરેખર ધન્ય અને વખાણવા લાયક માનું છું કે જે તારા હૃદયમાં વાસ કરીને રહ્યો છે.” ત્યારે મેં તે મારી નાની બેનને ખોળામાં બેસારીને અને આલિંગન આપીને કહ્યું કે “વત્સ ! આવી મિષ્ટ વાણી તને કોણે શીખવી ? હું માનું છું કે-બ્રહ્માએ સમુદ્રની મધ્યમાંથી સુલભ એવા અમૃતને પ્રાપ્ત કરીને તેને સર્જાવી છે અને તેથી જ તારી વાણી અમૃતરસનું સિંચન કરનારી બની છે.* આ પ્રમાણે તેણીને સંતેષ પમાડીને તેમજ વસ્ત્રવડે તેણીના અશ્રુને લૂછી નાખીને મેં વિચાર્યું કે-મારા દુઃખથી ચંદ્રશ્રી સંતાપ ન પામે. વળી આ લગ્નોત્સવ પ્રસંગે નિરસતા ન વ્યાપ અને પિતા પણ મારા સંબંધી આ હકીકત જાણીને મને આગ્રહપૂર્વક અન્ય સ્થળે ન પરણાવે એ વિચાર કરીને હું બેલી કે-“ હું કઈ પણ વ્યક્તિનું સ્મરણ કરતી નથી, પરંતુ વહાણમાં બેઠેલા લોકોના દુઃખથી દુઃખી બનીછું.” મારા આ પ્રમાણેના કથનથી ચંદ્રશ્રી પણ વિશ્વાસ પામી. પછી પાણી લાવીને, મુખ જોઈને, લૂછી નાખ્યું, તેમજ તેણીને મારા પ્રત્યેને સદ્ભાવ જોઈને, મરવા માટે તૈયાર થયેલ હું મનમાં જ ખેદને ધારણ કરવા લાગી. બાદ સારા મુહૂર્તમાં ચંદ્રશ્રીનો ગુણદેવના પુત્ર ગુણચંદ્ર સાથે, સંભળાતા વાજિંત્રના વનિવાળે, સ્વજનથી સન્માનિત ભિક્ષુકસમૂહના મનોરથ પૂર્ણ કરવાવાળો તેમજ વિશાળ પાણિગ્રહણ મહોત્સવ થયો. તે શ્રેષ્ઠ પાણિગ્રહણ મહેસવ તથા શ્રેષ્ઠ સ્ત્રી પુરૂષના યુગલોને જોતી એવી મારા હદયમાં ચંદ્રકુમાર પીડા કરવા લાગ્યું. હું ભજન કરતી નહોતી, હું ઊંઘતી નહેતી તેમજ અલંકાર પણ ધારણ કરતી નહોતી. તાંબૂલ વગેરે સર્વ વસ્તુઓને મેં દૂરથી જ ત્યાગ કરી દીધા. આ સંબંધમાં માતાપિતાથી વારંવાર પૂછાતી હું અસત્ય ઉત્તરો આપતી. આ બાજુ ચંદ્રશ્રીને વિવાહોત્સવ પણ પૂર્ણ થઈ ગયે. પછી કામદેવની મહેરબાનીથી ઉત્તમ વર પ્રાપ્ત થયે તેથી ચંદ્રશ્રી પરિવાર સહિત કામદેવને નમસ્કાર કરવા માટે ગઈ. નગરની બહાર ઉદ્યાનમાં આવીને કામદેવને નમસ્કાર કર્યા અને તે સ્થળે જેટલામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી હતી તેટલામાં મેં પણ વિચાર્યું કે- સ્વાર્થ સાધના માટે આ ઉત્તમ અવસર છે. પછી કામદેવના બંને ચરણમાં ભાવપૂર્વક નમસ્કાર કરીને મેં કહ્યું કે “હે કામદેવ ! હું માનું છું કે તમે વિયોગજન્ય દુઃખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy