SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લે - બાદ દંડને ધારણ કરનાર પ્રતિહારોની જેમ મુખમાં કમળની ડાંડલીના બીસતંતુઓને ધારણ કરનાર હંસવડે ભેજનસમયનું સૂચન કરાયેલ રાજવી વનમાં ફલોની શોધ કરવા લાગ્યો. રંભા વિગેરે અપ્સરા–વૃદથી રમ્ય સ્વર્ગ જેવું કદલી વિગેરે વૃક્ષોથી મનોહર ઉધાનને જતાં તેણે એક પ્રૌઢ તાપસીને જોઈ. તેણીએ રાતું વસ્ત્ર પહેરવાના બહાનાથી જાણે હૃદયમાંથી રાગને બહાર કાઢો હોય અને શરીર પર રાખ પડવાને કારણે આત્માને યશથી વ્યાપ્ત કર્યો હોય તેમ જણાતું હતું. તેણે મનરૂપી હાથીને બાંધવાને માટે જટારૂપી પાશને અને હૃદયમાં રહેલા કામદેવના કાબૂ માટે રુદ્રાક્ષની માળાને ધારણ કરી હતી. તેને જોઈને હર્ષિત બનેલ રાજવી ત્યાં ગયો એટલે તેણીએ પિતાનું આસન ત્યજી દીધું અને કેટલાક પગલાં આગળ જઈને આદર-સત્કાર આપીને પિતાનું આસન રીજાને આપ્યું. પછી રાજાની સમક્ષ બેસીને તેણીએ કહ્યું કે-“ હે પુરુષોત્તમ! તમારું સ્વાગત છે!” ત્યારે રાજાએ પણ કહ્યું કે-“તમારા દર્શનથી જ હું મારું સ્વાગત સમજું છું. પહેલાં મારે સંતાપ વૃદ્ધિ પામ્યો હતો પરંતુ તમારા દર્શનરૂપી અમૃત રસથી દુઃખથી સંતપ્ત બનેલે મારે સર્વ સંતાપ નાશ પામે છે. જેમ ભાગ્યદેવીથી અર્પણ કરાયેલ દુઃની સીમા હોતી નથી તેમ આ પૃથ્વીપીઠ પર સજજન પુરુષના સમાગમથી થતાં સુખની પણ મર્યાદા હોતી નથી. હે ભગવતિ ! આતિથ્યયુકત તમારું દર્શન સાકરથી મિશ્ર દ્રાક્ષસના પાનનું સ્મરણ કરાવે છે.” ત્યારે તેણી બેલી કે-“તમે કઈ પુરુષ છે એમ મને પહેલાં જણાતું હતું પરંતુ હવે તમારી કુશળ વાણી સાંભળવાથી તમે કોઈ રાજા છે તેમ જણાય છે. જે મારી ગ્યતા હોય તો તમે મને તમારું વૃત્તાંત જણ ” એટલે રાજાએ કહ્યું કે“સંસારના શત્રુ સદશ તમારી સમક્ષ શું કહેવા લાયક નથી ? જો કે આ અવસરે મારું વૃત્તાંત જણાવતાં મને શરમ આવે છે છતાં પણ હું કહું છું.” એ પ્રમાણે કહીને રાજાએ પિતાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. રાજાનું સમગ્ર વૃત્તાંત સાંભળીને તાપસી બેલી કે “તમારે મનમાં લેશ માત્ર ખેદ કર નહીં, કારણ કે તમારા અહીં આગમનથી સર્વ સારા વાનાં થશે. હે મહારાજ! અગ્નિને સંગ થતાં કૃષ્ણાગરુ ધૂપની સુવાસ ફૂરે છે અને સમુદ્રના ખારા પાણીના સંગથી મોટા રનોનું તેજ વૃદ્ધિ પામે છે. વળી ઝંઝાવાતથી મેરુપર્વત ચલાયમાન થતું નથી તેમ આ સંકટ- સમયમાં તમારી સ્થિરતા પ્રશંસનીય છે.” તે સમયે રાજા બે કે જ્યાં સુધી અમૃતની પ્રાપ્તિ નથી થતી ત્યાંસુધી જ ઝેર રહે છે અને જ્યાં સુધી મેઘ વરસતો નથી ત્યાંસુધી જ દાવાનળ પ્રજવલિત રહે છે. જેમ ગાડિક મંત્રની પ્રાપ્તિ થતાં સ૫ પિતાનું બળ દાખવી શકતું નથી તેમ સજન પુરુષને પિતાનું દુઃખ જણાવવાથી દુઃખ ચાલ્યું જાય છે.” પછી રાજાના સંતાપને શાંત કરતી તાપસીએ રાજાને જણાવ્યું કે “જેટલામાં હું ફલે લઈ આવું તેટલામાં આપ અહીં વિશ્રામ કર્યો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy