SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સુબુદ્ધિ મંત્રીને વિધાધરે કહેલ ભુવનભાનુ રાજવીને વૃત્તાંત ગયો. ભયંકરથી પણ ભયંકર (અતિભયંકર) અને દુઃખપૂર્વક ઉલ્લંઘન કરી શકાય તેવી તે અટવીમાં ગયા બાદ અશ્વ પર બેઠેલે રાજા, ચિત્તમાં રહેલ આત્માની જેમ, બ્રમણ કરવા લાગ્યા. પોતાના સ્વામી ભુવનભાનુ રાજાના મેળાપથી પૃથ્વીરૂપી સ્ત્રીએ વૃક્ષના પાંદડાથી પિતાને દેહ ઢાંકી દીધે તે જાણે કે શરમીંદી બનીને પોતાના સ્વરૂપને દર્શાવતી ન હતી તેમ જણાતું હતું અર્થાત્ તે અટવીનો ભૂમિભાગ એટલા બધા પાંદડાઓથી ભરચક હતું કે કઈ પણ સ્થળે પૃથ્વી દેખાતી જ ન હતી. વળી તે અટવીમાં રાજાના આગમનથી જાણે તોરણને માટે જ હોય તેમ વાંદરાઓથી વૃક્ષની શાખાઓ હર્ષપૂર્વક ભગાવા લાગી. પોતાની થપાટથી નીચે પાડી દીધેલ હાથીઓના ગંડસ્થળમાંથી પ્રગટેલ મોતીઓ વડે સિંહ તે રાજાનું ભેટાણું કરવા લાગ્યો. તરસ્યો બનેલ, અટવીના માર્ગથી ખિન્ન બનેલ અને જલની તપાસ કરતાં તેણે વિકસિત કમળથી સુશોભિત એક સરોવર જોયું જે સરોવર પિતાના ઊંચા તરંગરૂપી ભજાવડે આકાશલક્ષમીને ભેટે છે તેમજ કમળરૂપી નેત્રોવડે જઈ રહેલ છે. જેવામાં અશ્વ પરથી શીધ્ર નીચે ઊતરીને તે રાજા પાણીમાં પ્રવેશ કરે છે તેવામાં તે અશ્વ પણ અચાનક અદ્રશ્ય બની ગયો.” આ પ્રમાણે કહેવાતું વૃત્તાંત સાંભળીને, પવનથી હણાયેલ વૃક્ષની જેમ મંત્રી, સેવકના અશ્રઓની સાથેસાથ પોતાના આસન પરથી નીચે ભૂમિ પર પડી ગયે. બાદ પરિજનવર્ગથી ચંદ જળવડે સિંચાયેલ તે મંત્રી, ગ્રીષ્મકાળના ક્ષીણ વૃક્ષની જેમ તત્કાળ સ્વસ્થ બન્યા. પછી તે મંત્રીશ્વર દેવને ઉદ્દેશીને નીચે પ્રમાણે વિલાપ કરવા લાગ્યો કે-“હે અધમ ! મારા સ્વામીને જંગલમાં ફેંકી દઈને, તેં શું અશ્વ પણ હરી લીધે? વળી આ બાબતમાં કંઈક વિચારવા જેવું પણ છે. કેમકે જે ઘોડા પર બેસીને મહારાજા હતા તે અશ્વ અહીં અશ્વશાળામાં રહેલો છે. અને તમે કહો છો કે-તે અશ્વ અદૃશ્ય થઈ ગયે તો તે હકીકત પણ અત્યંત અદ્દભુત જણાય છે.” આ પ્રમાણે વિશેષ પ્રકારે વિલાપ કરીને, પિતાના વસ્ત્રના છેડાથી બને આંખેને લૂછીને મંત્રી બે કે-“હે મહાભાગ ! પછી આગળ શું બન્યું તે તું કહે.” તે વૃત્તાંત આગળ જણાવતાં કહ્યું કે-“ત્યારબાદ રાજા વિચારવા લાગ્યો કે-મારા દેખાતા છતાં પણ હરણ અને અશ્વ કોઈપણ કારણને અંગે ચાલ્યા ગયા તે ખરેખર આશ્ચર્ય કારક છે. શું આ કઈ રવપ્ન છે કે ભાગ્યદેવીની ઇદ્રજાળ છે? હું ઘંટીની માફક મારા દુર્ભાગ્યને દળી નાંખીશ-નષ્ટ કરીશ.” આ પ્રમાણે વિચારીને, સરોવરમાં નાન કરીને, વૃક્ષની નીચે બેઠેલા તેણે વિચાર્યું કે-“મારા વિયેગથી નગરજનોનું શું થયું હશે ? અથવા તે જે નગરીમાં રાજકાર્યની ચિંતા કરનાર, સ્વામીભકત અને સમર્થ સમૃદ્ધિ મંત્રીશ્વર વસે છે તે ચિંતા કરવાની મારે શી જરૂર છે?” તે સમયે “આ જગતમાં જે મધ્યસ્થ (કેઈને પણ પક્ષ નહીં કરનાર) રહે છે તે જગત્ પર સામ્રાજ્ય કરે છે” એમ સૂચવવાને માટે જાણે હેય તેમ સૂર્ય આકાશપ્રદેશમાં આવ્યો અર્થાત્ મધ્યાહૂનકાળ થ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy