________________
( ૮૮ )
૫. સંક્ષેપ સામાયિક પર દષ્ટાંત વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને એક દિવસ શાસ સાંભળવાની ઈચ્છા થઈ. ચાર પંડિતને બોલાવી શાસ્ત્ર સંભળાવવાનું કહ્યું. પંડિતાએ કહ્યું કે શાસ્ત્રો અમારી પાસે હાજર છે.” રાજાએ કહ્યું “તમારી પાસે કેટલા પ્રમાણુવાળું શાસ્ત્ર છે?' ત્યારે પંડિતાએ કહ્યું કે-“અમારી ચારની પાસે મળીને ચાર લાખ શ્લોકપ્રમાણ છે.” રાજાએ કહ્યું એટલું બધું શાસ્ત્ર સાંભળવાની મને ફુરસદ નથી માટે એકેક પદમાં તેને સાર સમાવીને મને કહો.” ત્યારે ચારે પંડિતએ સારભૂત માત્ર ચાર પદને એક *લેક બનાવીને રાજાને કહ્યો, તે આ પ્રમાણે –
जीर्णभोजनमात्रेयः, कपिलः प्राणिनां दया । बृहस्पतिरविश्वासः, पंचालः स्त्रीषु मार्दवम् ॥
અર્થ–આત્રેય એમ કહે છે કે જીણું ભેજન એટલે પ્રથમનો કરેલ આહાર પચી જાય ત્યારપછી બીજે આહાર કરવો, એ વૈદ્યક ગ્રંથને સાર છે. ' કપિલ એમ કહે છે કે “સર્વ જીવની ઉપર દયા રાખવી, એ ધર્મશાસ્ત્રને પરમાર્થ છે.' બૃહસ્પતિ એમ કહે છે કે “કેઈને વિશ્વાસ રાખ નહિ, એ ન્યાયશાસ્ત્રને સાર છે. ” અને પંચાલ એમ કહે છે કે સ્ત્રી જાતિ ઉપર કેમળ સવભાવ રાખ પણ સ્ત્રીને અંત લે નહિ, એ કામશાસ્ત્રનું રહસ્ય છે.'
આમ લૌકિક ચાર પંડિતના દષ્ટાંતથી અક્ષર થડા છતાં રહસ્ય ઘણું સમજાય એવી રીતે દ્વાદશાંગીનું સારરૂપ તવ જાણવું તે સંક્ષેપ-સામાયિક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com