________________
( ૮૭ ) સુસમા કન્યાનું તથા ધનનું હરણ કરી બહાર નીકળે. શેઠને ખબર પડતાં પોતે ચાર પુત્રને લઈને તેની પાછળ દેડયો, અને નગરને કોટવાલ પણ દોડતા દોડતા પાછળ ગયા. આગળ ચાલતાં માર્ગ કાપતાં શેઠ નજીક પહોંચ્યા કે રે ડરથી સુસમાં કન્યાનું માથું તલવારથી કાપી નાખીને તેના થડને ત્યાં નાખી દીધું. શેઠ ચિલાતીપુત્રનું આવું ભયંકર કામ જેઈને પાછો ફર્યો. હવે ચિલાતીપુત્ર એક હાથમાં માથું અને બીજા હાથમાં લેહીથી ખરડાયેલ તલવાર લઈને ભયંકર રૂપે પર્વત ઉપર ચઢી ગયો. ત્યાં માર્ગમાં કઈ મુનિરાજને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા જોઈને ચિલાતીપુત્ર બે-અરે મુંડા! તું મને ધર્મ કહે નહિ તે હું આ ખર્શથી તારું પણ માથું કાપી નાંખીશ.” આ સાંભળી મુનિરાજ પણ તેનું તેવું સ્વરૂપ જોઈ કવરમાિ સંવ' એ પદ કહી આકાશમાં ઊડી ગયા. ચિલાતીપુત્રનેત્રણ શબ્દને અર્થવિચારવા લાગ્યા(૧)ઉપશમ એટલે ઉદય પામેલા ક્રોધનું ઉપશમન. (૨) વિવેક એટલે કૃત્ય અને અકત્યનું વિવેચન-ભેદ, અને (3) સંવર એટલે રૂડે પ્રકારે કર્મના આસવનું નિવારણ કરવું. આ પ્રમાણે એ ત્રણ પદને અર્થ વિચારતાં તેમને એક પણ ગુણ તેણે પિતાના આત્મામાં જે નહિ. એટલે કન્યાનું મસ્તક તથા ખર્શને વેગળાં મૂકી, સમ પરિણામ આદરીને ઊડી ગયેલા મુનિરાજના જ્યાં પગલા હતા ત્ય પિતાના પગ મૂકીને કાઉસગ્ય સ્થાને ઊભું રહ્યો. ત્યાં લેહીના ગંધથી કીડીઓ તથા ઘીમેલ આવી તેને કરડવા લાગી અને સર્વ શરીર ચાલણ માફક કરી નાખ્યું તે પણ સમતા પરિણામ ચાલુ જ રાખ્યા. શુભ ધ્યાન ધ્યાવતાં ત્રીજે દિવસે કામ કરીને તે દેવલોકે ગયે. આવી રીતે થોડા અક્ષરમાં ઘણું તાવ જાણવું તદ્રુ૫ સમાસ-સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દષ્ટાંત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com