________________
( ૮૦ ) ૨૩ પિતાની શક્તિને અનુસરીને કામને આરંભ કરો .
૨૪ પિષણ કરવા યોગ્ય માતાપિતા, સ્ત્રી, પુત્રાદિકનું ભરણપોષણ કરવું. - ૨૫ વ્રતને વિષે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષને સેવવા.
૨૬ દીર્ઘદશ—જે કઈ કામ કરવું તેમાં લાંબી દષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરીને કરવું.
૨૭ વિશેષજ્ઞ– દરેક વસ્તુને તફાવત સમજી પિતાના આત્માના ગુણદોષને તપાસ રાખ.
૨૮ કૃતજ્ઞ (કર્યા કામને જાણું)-કરેલ ઉપકારને ન ભૂલો સમજ.
૨૯ લોકપ્રિય-વિનયાદિ ગુણે કરી લોકપ્રિય થવું. ૩૦ લજજાળુ (લાજવાળે)–લાજ મર્યાદામાં રહેવું. ૩૧ દયાળુ–દયાભાવ રાખ.
૩૨ સુંદર આકૃતિવાન કૂર આકૃતિને ત્યાગ કરી શરીરને સુંદર આકાર ધારો.
૩૩ પપકારી–પરને ઉપકારી થવું.
૩૪ અંતરંગારિજિકામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વેરીને જીતવા.
૩૫ વશીકૃતેંદ્રિય ગ્રામ-ઇદ્રિના સમૂહને વશ કરો - ઇદ્ધિને વશ કરવાને અભ્યાસ કરો. તેને વશ ન થવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com