________________
( હર ) અકુશળ, અશિક્ષિત અને મંદ પરિણામી તેમજ અતિ પરિ.
મી જને ધર્મને લાયક થઈ શકતા નથી; કેમકે તેમની નજર સાપેક્ષપણે સર્વત્ર ફરી વળતી નથી તેથી તેઓ સત્ય ધર્મથી બહાર રહ્યા કરે છે અર્થાત ધર્મના ખરા રહસ્યને પામી શકતા જ નથી માટે ધર્માર્થીઓને એ કાર્યદક્ષ અને કર્તવ્યપરાયણ થવાની પણ પૂરેપૂરી જરૂર છે.
આ પ્રમાણે એ એકવીશ ગુણોનું કંઈક સહેતુક વર્ણન “ધર્મ રત્ન પ્રકરણ” ગ્રંથને અનુસાર કરવામાં આવ્યું છે. એ ઉપર વર્ણવેલા ગુણે જેમણે સંપ્રાપ્ત કર્યા છે તે ભાગ્યશાળી ભવ્ય જને ધર્મરત્નને લાયક થાય છે, એ એક્વિીશ ગુણ જેમને સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે તે ઉત્કૃષ્ટ રીતે લાયક છે, ચતુર્થ ભાગે ન્યૂન ગુણવાળા ભવ્ય મધ્યમ રીત્યા લાયક છે અને અર્ધા ભાગની ન્યૂન ગુણવાળ ભવ્યે જઘન્ય ભાગે લાયક છે તેથી પણ જૂન ગુણવાળા હોય તે તો દરિદ્રી જેવા અાગ્ય સમજવાના છે, એમ સમજીને સર્વાભાષિત શુદ્ધ ધર્મના અભિલાષી જનોએ જેમ બને તેમ ઉક્ત ગુણેમાં વિશેષ આદર કર ચગ્ય છે; કારણ કે પવિત્ર ચિત્ત પણ શુદ્ધ ભૂમિમાં જ શોભે છે અને ભૂમિશુદ્ધિ ઉક્ત ગુણેવડે જ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com