________________
( ૭
)
૧૯. કૃતજ્ઞ પુરુષ ધર્મગુરુને તબુદ્ધિથી પરોપકારી જાણી તેનું બહુમાન કરે છે. તેથી સમ્યગ જ્ઞાન-દર્શનાદિક સદ્દગુ.
ની વૃદ્ધિ થાય છે તેથી કૃતજ્ઞ માણસ જ ધર્મરત્નને લાયક છે. કૃતજ્ઞ માણસ ઉપર સામાન્ય ઉપકાર કર્યો હોય તે તેને પણ તે ભૂલતું નથી તો પછી અસાધારણ ઉપકાર કરનાર ઉપકારીને તે તે ભૂલે જ કેમ? કૃતજ્ઞ માણસ ઉપકારીએ કરેલા ઉપકારને વિસરી જઈ તેને ઊલટો અપવાદ બોલવા તત્પર થઈ જાય છે. દૂધ પાઈને ઉછરેલા સાપની જેમ કુતજ્ઞ મનુષ્ય નુકશાન કરે છે માટે તે ધર્મને યોગ્ય નથી.
૨૦. ધન્ય, કૃતપુન્ય એ પરહિતકારી પુરુષ ધર્મનું ખરું રહસ્ય સારી રીતે સમજી, પ્રાપ્ત કરીને નિસ્પૃહ ચિત્તવાળો થઈ પોતાના પૂર્ણ પુરુષાર્થ વેગે અન્ય જનેને પણ સન્માર્ગમાં જોડી દે છે. અર્થાત ધર્મનું ખરું રહસ્ય જાણનાર અને નિઃસ્પૃ. હ૫ણે પિતાનું છતું વીર્ય ફેરવનાર એવા પરહિતકારી પુરુષની જ બલિહારી છે. તેવા ધન્ય પુરુષે વપરનું હિત વિશેષ સાધી શકે છે. તેવા ભાગ્યશાળી ભળે ધર્મને સારી રીતે દીપાવી શકે છે તેથી તે ધર્મરત્નને અધિક લાયક છે. કેવળ વાર્થવૃત્તિવાળાથી તે સ્વપર ઉપકાર સંભવ નથી. તેથી નિઃસ્વાર્થ વૃત્તિ રાખવાની ખાસ જરૂર છે. નિસ્વાથી જને પરેપકારને પોતાના શુદ્ધ સ્વાર્થથી ભિન્ન સમજતા નથી, અર્થાત્ પરેપકારને પિતાનું ખાસ કર્તવ્ય સમજીને કેઈની પ્રેરણા વિના સ્વાભાવિક રીતે જ એ ગુણને સેવે છે.
૨૧. લબ્ધલક્ષ પુરુષ સકળ ધર્મકાર્યને સુખે સમજી શકે છે અને તે દક્ષ, ચંચળ તથા સુખે કેળવી શકાય એવા હેવાથી થોડા વખતમાં જ સર્વ ઉત્તમ કળામાં પારગામી થઈ શકે છે. આ કાર્યદક્ષ પુરુષ ધર્મરત્નને લાયક હોઈ શકે છે, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com