________________
( ૫૪ ) ઉચિત છે. બોલતાં પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને લાભાલાભને ખાસ વિચાર કરે; કારણ કે બોલવાથી ઘણાએ બગાડયું છે. કોઈની સાથે વિવાદમાં ઉતરવું નહીં, તેમ જાતે અન્ય ધમીઓની સાથે ચર્ચાની ઉદીરણા કરવી નહીં. ધર્મોન્નતિના કારણે પ્રતિપક્ષી સરળ અને જિજ્ઞાસુ હોય તો શાન્તિથી, યુક્તિથી અને પ્રમાણપુરસ્યર પોતાના જ્ઞાનના પ્રમાણમાં ધર્મચર્ચા કરવી. સામા પક્ષને તોડવા ખાતર બેટી યુક્તિઓ કરવી નહીં. સામા પક્ષની જેટલી બાબતે અબાધિત હોય તેને ખુશીથી ગ્રહણ કરવી. ધમનીતિને નામે કે સમાજસુધારણાને નામે વાયુદ્ધોના અખાડામાં ઉતરવું નહીં. વચનની ટેક દ્રઢ રાખવી. શબ્દમાં કદાચ વિરુદ્ધતા આવતી હોય પણ આશયમાં વિરુદ્ધતા ન હોય તે કદાગ્રહ કરે નહીં. શબ્દભેદમાં આશયભેદ માનવા જેવી એકાએક ભૂલ કરવી નહીં. રાજકથા, સીકથા, આહારકથા અને દેશકથા–એ ચાર વિકથા શ્રાવકે વર્જવી. ખેટી સાક્ષી પૂરવી નહીં. હેટાથી કે બળવાનથી ક્ષોભ પામી ખાટી બાબતમાં હાએ હા કે નાએ ના ભણવી નહીં. રાજ્યવિરુદ્ધ, સમુદાય વિરુદ્ધ, નીતિવિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ અને વ્યવહાર વિરુદ્ધ કાંઈ પણ બોલવું કે કરવું નહીં.
અલ્પારંભવાળી અને ન્યાયધર્મને અનુસરતી આજીવિકા-- વૃત્તિ કરવી. લેભ અને પરિગ્રહની બહુ વિચાર કરીને હદ બાંધવી. કમાણીને અમુક હસે ઉત્તમ કામ માટે નિર્માણ કરી, નિર્મિત માગે તેને યય કરે. નિશ્ચિતપણે ધર્મસાધન, તીર્થોટન વિગેરે થઈ શકે તેને માટે પોતાની શક્તિને ચગ્ય ઉપયોગ કર અને બહુ ઉઘરાણી કરવી ન પડે તેવી રીતે વ્યાપાર કર. લેવડદેવડમાં ગમે તેવા સંબંધી સાથે પણ પહેલેથી જ પ્રમાણિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com