________________
( ૪૨ ) ૩ સશુરુની અમૃત તુલ્ય વાણી સાંભળી મારી છતી શક્તિ ગોપવ્યા વગર બની શકે તેટલી ગૃહસ્થ એગ્ય ધર્મકરણ કરવા નિરંતર ખપ કરું. દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધર્મની શ્રદ્ધા રાખી યથાશક્તિ તેને આદર કરું. સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શુદ્ધ ધર્મને મને યથાર્થ બોધ થાય, તેની યથાર્થ પ્રતિતી થાય અને અનુકમે તેની પ્રગટ પ્રાપ્તિ થાય તેવા લક્ષથી સદ્દગુરુની આજ્ઞાને આધીન રહી તેમણે આત્મ-કલ્યાણ આપેલી રૂશિખામણને ધ્યાનમાં રાખી કાળજીથી અનુસારું પ્રમાદવશપણુથી તેમાં ભૂલ પડે તે ગુરુમહારાજને નિષ્કપટપણે નિવેદન કરી, ક્ષમા માગી, ફરી તેવી ભૂલ ન કરવા વિશેષ કાળજી રાખું. તેમની પવિત્ર આજ્ઞાનુસાર પ્રતિવર્ષ શ્રી શત્રુંજયાદિક તીર્થની યાત્રાદિક કરું અને આશાતનાદિક દોષને ટાળી, દેવ-ગુરુ સંઘસાધમિક-ભક્તિને બની શકે તેટલે લાભ લઉં અને વ્રતપચ્ચખાણને ભાવ રાખું.
૧ પ્રાણાતિપાત વિરમણ વ્રત
(પ્રથમ અણુવ્રત.) ૧. મરણાદિક મહાભયથી પ્રગટપણે કંપતા-ત્રાસ પામતા કેઈ પણ નિરપરાધી જીવને કંઈ પણ પ્રબળ કારણ વગર તેના પ્રાણ નીકળી જાય તેમ જાણી-બૂઝીને મારાં મન, વચન અને કાયાથી હું જાતે હણું નહિં તેમજ અન્ય કને હણાવું નહિં.
૨. માંસ, દારુ, શિકાર(મધ, માખણ, રાત્રિભોજન પ્રમુખ અભક્ષ્ય અને ડુંગળી, લસણ, ગાજર પ્રમુખ જમીનકંદ વગેરે અનંતકાય ભક્ષણ કરવા) ને ત્યાગ કરું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com