________________
નિવેદન
આ સંગ્રહ છપાવવાનું સદૂગત મુનિરાજ શ્રી કર્પરવિજયજીની હયાતિમાં શરૂ કરેલું અને તેમની સૂચના અનુસાર જ જુદી જુદી બુકેમાંથી રસમય ચૂંટણી કરીને આ બુકમાં દાખલ કરેલ છે. તેમાંના કેટલાક લેખ તે સગુણાનુરાગીનાજ લખેલા છે. સંગ્રહ બહુ ઉપયેગી થયેલ છે, વાંચનાર શ્રાવકના હૃદયને આદ્ર બનાવે છે અને આ સંગ્રડ મહારાજશ્રીની સુંદર વૃત્તિનું દિગદર્શન કરાવે તેવું છે. તેમાં તેમનું અંતઃકરણ જ ચિતરેલું છે,
આ બુક છપાવવામાં શ્રી મોરબીનિવાસી સંઘવી કીરચંદ સુંદરજી તરફથી તેમના સદ્દગત પુત્ર પાનાચંદના શ્રેયાર્થે મહા રાજશ્રીના ઉપદેશથી જ રૂ. ૨૫૦) ની રકમ મળી છે. ભાઈ પાનાચંદનું ટૂંકું જીવનચરિત્ર તેના ફેટા સાથે એક હજાર નકલમાં આપવામાં આવ્યું છે. એ ચરિત્ર વાંચતા પણ કેટલીક શુભ અસર જાગૃત થાય તેમ છે.
શ્રીમંત ગૃહસ્થોએ આવા ઉપયોગી ગ્રંથપ્રકાશનમાં પિતાના દ્રવ્યને સદુપયોગ કરે ઘટે છે. જ્ઞાન-દાનના લાલની સીમા નથી. સગુણાનુરાગી મુનિરાજ ગત વર્ષના આ વદિ ૮ મે સ્વર્ગવાસી થયા છે. તેમને ફેટે પણ આ બુમાં આપવામાં આવેલ છે. તેમના અનુકરણીય ચરિત્રને જાણવા માટે શ્રી જૈનધર્મપ્રકાશના કાર્તિક ને માગશર માસના અંકે વાંચવા ભલામણ છે. પિસ શુદિ ૨ -
કુંવરજી આણંદજી સં. ૧૯૯૪ ઈ.
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com