________________
( ૩૪ ) ધાનતાથી પૌષધ કરણ શ્રાવકજને કરવી ઘટે છે. શય્યા, સંથારે કે વસતિ-ભૂમિ જીવ રહિત પ્રથમ નજરે જોઈ તપાસી લેવી તે પ્રતિલેખિત અને રજોહરણ ચરવળાદિકવડે તે જયણપૂર્વક સાફ કરી લેવી તે પ્રમાર્જિત સમજવી. જેમ તેમ જયણ રહિત સંભ્રાત ચિત્તે નજરે જેવી ને સાફ કરવી તે દુપ્રતિલેખિત અને દુષ્પમાર્જિત સમજવી. એ જ રીતે લઘુનીતિ ને વડીનીતિ માટેની ભૂમિ આશ્રી સમજવું.
૩૧. શુદ્ધ ન્યાયપાર્જિત અને આધાક પ્રમુખ દેષ રહિત પ્રસ્તાચિત અથવા ક્ષેત્ર કાળ ઉચિત એવી અન્ન, પાન, વસ્ત્ર,
ઔષધ પ્રમુખ વસ્તુ સાધુજનોને આપવી તે શ્રાવક એગ્ય ચોથું શિક્ષાવ્રત જાણવું. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધ આશ્રી શુદ્ધ સ્વવૃત્તિ અનુષ્ઠાનથી ઉપાર્જિત તે ન્યાયપાજિત દ્રવ્ય જાણવું. ખરા અવસરે અથવા દેશ કાળ ઉચિત વસ્તુ સુપાત્રે આપવાથી મકાઉપકારક થવા પામે છે, તેથી તે દ્રવ્ય અમૂલ્ય લેખી શકાય છે.
૩૨. સજીવ-પૃથવી પ્રમુખ ઉપર સ્થાપી રાખેલ, તથા સચિત્ત જળ પ્રમુખવડે ઢાંકેલ ભાત પાણી સાધુને આપવાથી, સાધુઉચિત ભિક્ષા સમય વીતાવી દેવાથી, નહિ દેવાની બુદ્ધિથી અન્નાદિક પિતાની વસ્તુ પારકી કહેવી અને દેવાની બુદ્ધિથી પારકી વસ્તુ પિતાના કહેવી તેથી, તેમજ મત્સર ધરીને દાન દેવાથી અતિચાર લાગે છે. એ પાંચ અતિચારે પ્રસ્તુત વ્રત સંબંધી યથાર્થ સમજીને વર્જવા
૩૩. અખંડ વિરતિપરિણામથી ઉપર જણાવેલા સઘળા શુદ્ધ ભારે વતેમાં અતિચાર ન જ થાય, થવા ન પામે, માટે જ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com