________________
( ૧૧૨) કરો, ઇયળ-ભમરીના દષ્ટાંતે પરમાત્મચિન્તવનવડે તેની સાથે એકતા કરી સ્વરૂપમાન થવું. ૧૩. કલેશ, કુસંપ, વેર, વિરોધ, ઇર્ષા, અદેખાઈ, નિદા, ચુગલી વિગેરે વિકારોને મહાદુઃખદાયક જાણી સહુએ અવશ્ય પરિહરવા.
૧૪. કુસંગથી આદરી દીધેલા ખોટા રીતરિવાજોને હાનિકર્તા જાણું દૂર કરવા-કરાવવા પૂરતું લક્ષ્ય રાખવું.
૧૫. કઈ રીતે સીદાતા (દુઃખી થતા) સાધમજનેને સારી રીતે સહાય આપી અપાવીને ઠેકાણે પાડવા સદા લક્ષ્ય રાખવું.
૧૬. માતા, પિતા, સ્વામી અને ગુરુમહારાજને આપણું ઉપર થયેલો અનહદ ઉપગાર સંભારી, કાયમ સ્મરણમાં રાખી તેમનું હિત કરવાની સેનેરી તક મળે ત્યારે તે ગુમાવવી નહિ. દ્રવ્યથી અને ભાવથી બની શકે તેટલી તેમની સેવા, ભક્તિ જરૂર કરવી.
૧૭. કેઈએ કંઈ કસુર કરેલી જાણ તેને તિરસ્કાર કરવાને બદલે તેની ભૂલ શાંતિથી સમજાવી સુધરાવવી વધારે હિતકારી છે.
૧૮. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને નિજ લક્ષમાં રાખી મ્રતાથી ઉચિત પ્રવૃત્તિ કરનાર સુખે સ્વપરહિત સાધી શકે છે,
સૌ કોઈ આ અમૂલ્ય સૂચનાઓને અમલ કરશે તે તેઓ અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે અમૂલ્ય લાભ મેળવી શકશે એમ ઇચછી, પ્રાથ નિજ આશય દાખવીને વિરમું છું... સ. ક. વિ.
-
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com