________________
દાચરણ તજવાથી પવિત્ર ધર્મ પ્રત્યે પ્રેમબ્રાસ પ્રગટે છે. શ્રી અરિહંતાદિક પાંચ પદો, પવિત્ર ધર્મના પ્રભાવથી અનુક્રમે ભવ્યજનેને યુદ્ધમાદેશકપણથી, અવિનાશીપણુથી, શુદ્ધ આચારવિચાર પાળવા-પળાવવાથી, ઉત્તમ વિનય શિખવવાથી અન્ય એગ્ય જિનેને યથોચિત સહાય યા આલંબન આપવાથી ત્રિભુવનવાસી જનેને પૂજા-સત્કાર ગ્ય થાય છે. તેવા પવિત્ર આત્માઓનું તન્મયપણે આલંબન લેવાથી, તેમની સેવાભક્તિ કરવાથી, તેમના ઉત્તમ ગુણેનું એકાગ્રતાવડે ચિન્તવન (થાન) કરવાથી આપણે પણ ચગ્ય અધિકાર પ્રાપ્ત કરી તેમના જેવા જ પવિત્ર બનતા જઈએ છીએ અને અનુક્રમે સકળ કર્મ– આવરણ દૂર કરીને, અંદર ઢંકાઈ રહેલું આપણું અનાદિ આત્મસ્વરૂપ સાક્ષાત્ પ્રગટ કરી શકીએ છીએ.
પ્રમાદનું સક્ષેપથી સ્વરૂપ આવા અમૂલ્ય આત્મસાક્ષાત્કાર કરવામાં અંતરાય કરનાર અને આપણને અવળે માર્ગ દેરી જનાર પ્રસિદ્ધ
પ્રમાદ” શત્રુ છે. તેને વારવા-દૂર કરવા દરેક ભવ્યાત્માએ જરૂર લક્ષ રાખવું જોઈએ. પ્રમાદ જે કોઈ પ્રયાળ દુશ્મન નથી, તેને બરાબર ઓળખી જતી લેવું જોઈએ.
જેના વડે આપણું કર્તવ્ય ભૂલી જવાય, ન કરવાના કામ કરી લેવાય અને ઉમરની પેઠે વર્તન કરાય, અથવા ટુંકાણમાં ૨વદીપણે ચલાય તેને જ્ઞાની પુરુષે પ્રમાદ કહે છે. તેના પાંચ પ્રકાર નીચે મુજબ કદ્દા છે -
૧. જેનાથી મદ-નીશ ચડે એવા ગમે તે માદક પદાર્થનું સેવન કરવું અને બેભાન બની સ્વકર્તવ્યથી ચૂકવું.
૨. પાંચ ઈદ્રિના વિષ-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં ગૃહ-આસક્ત બનવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com