________________
(૧૦૧)
ગુમાવી દેવું ન ઘટે; કારણ કે સમજીને દેહદમન કરવાનું ભારે કુળ કહ્યું છે. ( ૬. શરીરક્ષીણુતાદિ ખાસ માંદગીના કારણે સિવાય ગલ શ્રીમતેિને પણ છતી શક્તિએ જયણથી ચાલીને જ તીર્થયાત્રા કરવી ઘટે. આપણે કર્મથી હળવા થવા માટે જ જાત્રા કરવા આવીએ છીએ; ભારે થવાને નહિ જ, એમ સમજી જયણાનું લક્ષ ભૂલવું નહિ.
૭. જીવિત સહુને વહાલું છે તે તેની છતી શક્તિ ગોપવી, જાનવરને મહાત્રાસ આપી જયણ રહિત જાત્રા માટે જવા આવવાને અર્થ શું ? પ્રભુની આજ્ઞા સાચવીને જ જાત્રા કરી લેખે થાય છે.
૮. સહુ સાથે મિત્રી, દુઃખી પ્રત્યે દયા અને સગુણી પ્રત્યે પ્રમોદ તેમજ પાપી પ્રાણી પ્રત્યે અદ્વેષ (ઉપેક્ષા) ભાવના રાખવાથી જ કરવામાં આવતી ધર્મકરણી સફળ થઈ શકે છે.
૯. પવિત્ર તીર્થની યાત્રા કરવા જતાં અને યાત્રા કર્યા પછી તે અવશ્ય અનીતિને સર્વથા ત્યાગ જ કરવું જોઈએ. તીર્થયાત્રાની સફળતા ત્યારે જ લેખી શકાય, અન્યથા નહીં.
૧૦. અનીતિવંતનું મન જ ધર્મકરણમાં એંટી શકતું નથી, અને મન વગરની બહારના દેખાવ પૂરતી કરણી સારું ફળ આપી શકતી નથી, તેથી જ યાત્રિએ દયા, સત્ય, પ્રમાણિકતા વિગેરે સાચવવા પૂરતી કાળજી રાખવી.
૧૧. પ્રભુના આજ્ઞા-વચનેને સંપૂર્ણપણે પાળવા. ૧૨. નિર્મળ તત્ત્વશ્રદ્ધા અને બેધ સહિત સદવર્તનવડે જ સ્વકલ્યાણ સાધી શકાય. પોતે હિત માર્ગને દઢતાથી સેવનાર અન્યનું પણ હિત કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com