________________
(૩)
૨ મંગલિક, ચક્ર પૂર્વમાં સાર, મંત્ર ભણે નવકાર; જપતાં જય જય કાર, હે સદીય મંત્ર ભણે નવકાર. ૧ નવ પદ નવસરે હાર, નવ પદ જગમાં સાર; નવ પદ હિલે આધાર, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૨ અડસઠ અક્ષર ઘી, ચઉદ રતનશું જયે; શ્રાવકને ચિત્ત ચડીયે, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૩ અક્ષર પંચ રતન, જીવ દયા શું જતન; જે પાળે તેને ધન્ય, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૪
જે નર નારી ભણશે, તે સુખ સંપદા લેશે, • સેવકને સુખ થાશે, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૫
રંગવિજયની વાણી, સુણતાં અમિય સમાણી; - મોક્ષ તણી નિસાણી, હે સહીયરે મંત્ર ભણે નવકાર. ૬
૩ પંચ પરમેષ્ઠી. અરિહંત સિદ્ધ એક ગાંઠ, અલગી ન મેલું એકજ ઘી, બાર ડે ને મૂલયજ ઘણું, અમુલખ મારે હાથે ચડ્યું. ૧ લઈ સંજમ ધારે હૃદય મોઝાર, વાપરતાં નહિ આવે પાર; અરિહંત સિહના ગુણ છે ઘણ, દેવાશે તીર્થકર તણા. ૨ અહિંત સિદ્ધને ધ્યાને જેહ, નવ નિધિ નિત્ય પાવે તે આયાર્ય પાસે અર્થ વંચાય, ચતુવિધ સંઘ સાંભળવા જાય. ૩ ઉપાધ્યાય તે આપે પાઠ, સાધુ સાધ્વી ભણે દિન રાત, રાહકનાં કપાં રત બાર, જે પાળે તેને ધન્ય અવતાર. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com