________________
૧૬
મર્યાદાને પેાષનારાં ત્રણ ઉપત્રતા-વ્યસનત્યાગ, વ્યવસાયમર્યાદા, વ્યાજ ત્યાગ છે. બ્રહ્મચર્ય અને સત્યને લગભગ બધા ધર્મોએ વ્રતમાં સ્થાન આપ્યું છે. અસ્તેય અને અપરિગ્રહને કાઈ એ એક વ્રતમાં તા કાઈ એ બે વ્રતમાં વણી લીધા છે. અહીં માલિકી હક મર્યાદા વ્રતમાં એ બન્નેને સમાવેશ થઈ જાય છે. દિશાપરિમાણુ, દેશાવકાશિક કે સ્વદેશીવ્રત અને શરીરશ્રમને બદલે અહીં વ્યવસાય મર્યાદા, વ્યસનત્યાગ અને વ્યાજત્યાગ ઉપન્નતા છે, જે યુગાનુકૂળ અને વ્યવહારુ છે. અનંદ'ડ વિરમણ, પાષધવ્રત અને ઉપભોગ પરિભાગપરિમાણ તથા અસ્વાવ્રતને બદલે અહીં વિભૂષાત્યાગ, વ્યસનત્યાગ અને ખાનપાન શયનવિવેક છે. નમ્રતાને બદલે ક્ષમાપના છે. સામાયિક તથા સર્વધર્મ સમભાવને બદલે સર્વ ધર્મપાસના છે. અતિથિસ વિભાગ અને અભય એ બન્નેના સમાવેશ માલિકીહક મર્યાદા અને સત્ય શ્રદ્ધામાં થઇ જાય છે. ૩. આ વ્રતાની વિશેષતા એ છે કે એ બધા ધર્મોમાંથી લીધાં છે, એટલે બધાય ધર્મોવાળા એ વ્રતાને પોતીકાં માનીને પાળી શકે; ખીજું મૂળવતા નિષેધાત્મકને બદલે વિધેયાત્મક રીતે લીધાં છે. યુગાનુરૂપ અને વ્યવહારૂ કેમ બને એ દૃષ્ટિ રાખવામાં આવી છે. દા. ત. માલિકી હક મર્યાદાને બદલે સર્વથા માલિકીહક ત્યાગ વ્રત રાખ્યું હોયત । વ્યવહારુ અને સવગ્રાહી ન બનત. ૪. યુગે-યુગે મૂલ્યો પલટાય છે. જેમ ત્રણ ત્રાને બદલે ભ. પાર્શ્વનાથે ચાતુર્યામ મૂકયા, ભ. મહાવીરે ૫ વ્રતા મૂકયા, ગાંધીજીએ આખા દેશને એકાગ્ર કરવાની દૃષ્ટિએ સ્વદેશી, શરીરશ્રમ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ વ. નવાં વ્રતા ઉમેર્યા. હવે વિશ્વને સાંસ્કૃતિક દષ્ટિએ એક કરવા માટે યુગાનુરૂપ વ્રત–ઉપવ્રતા ગાઠવવાં જોઈ એ, એટલા માટે જ સર્વ ધર્મ માન્ય ૧૨ ત્રા
મુનિશ્રીએ ગાઠવ્યાં છે.
( તા. ૧૮-૯-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com