________________
૧૦
૨. શુભ તને તારવવાં અને અશુભ તને કાઢવાં. ૩. જે લેકે સમજવાળા હોય તેમને સમજાવીને આ પાખંડથી બચાવવા, ૪. ગાડરિયા પ્રવાહને આંચકે આપ, ૫. પાખંડ ચલાવનારાઓને ખુલ્લા પાડવા. ૬. પરંપરાથી દેવ ન માનતાં, દિવ્યતાના ગુણ પ્રગટાવવા માટે દેવની ઉપાસના કરવી. તા. ૨૨––૬૧
૩
ગુરૂ મૂકતા ૧. ભારતમાં માતાપિતા પછી વિશેષ વિકાસ માટે ગુરુતત્વને આશ્રય લેવામાં આવે છે. જે અજ્ઞાન–અંધકારમાં ગોથા ખાતા છાને અનુભવજ્ઞાનને સારો પ્રકાશ આપે તે ગુરુ કહેવાય. કેટલીક વખત માણસને વ્યવહારમાં સારો રસ્તો જડતો નથી, કેટલીક વખત માણસ સમજતો હોવા છતાં પોતાના ઉપર અંકુશ રાખી શકતો નથી, અનિષ્ટ તરફ વળી જાય છે તે વખતે સાચા માર્ગદર્શક ગુરુની જરૂર પડે છે. પણ જ્યારે ગુરુ એવા જ્ઞાની, નિઃસ્પૃહી, સદાચારી અને સેવાભાવી હોતા નથી ત્યારે તેઓ પોતાની દુકાનદારી ચલાવવા માટે શિષ્ય કે અનુયાયીઓને ધૂળ ચમત્કાર બતાવીને આકર્ષે છે, ખોટે રસ્તે દોરે છે, અંધ વિશ્વાસમાં સપડાવે છે; ભેટ પૂજા લે છે. તે વખતે એવા કહેવાતા ગુરુની જાળમાં ફસાઈ જવું, એ ગુરુ મૂઢતા છે. ૨. સાચા ગુરુને વિવેક કરવા માટે ૪ વાત ધ્યાનમાં રાખવાની છે– ૧. કોઈપણ પ્રકારને અમુક વેષ, ૨. પદ ૩. વ્યર્થ ક્રિયાકાંડ ૪. બાહ્ય વિદ્યા કે પાંડિત્ય. એ બધી ગુરુતાની નિશાની નથી. સેવા, સદાચાર અને અનુભવમાં જે આગળ વધેલું હોય તેને ગુરુ કહી શકાય, પણ તેનામાં ગુરુતાને ગુણ હોવો જોઈએ. વેષ, પદ, ક્રિયાકાંડે કે વાક્છટાને વધારે મહત્વ આપવાથી જ ગુરુમૂઢતા ફેલાઈ છે. ૩. ગુરુ અને શિષ્ય સમાન કક્ષાએ ચિંતન કે નિરીક્ષણ કરે તે જ બન્નેને સારો વિકાસ સધાય. આ જ્ઞાની સાથે ગુરુને શિષ્યના હિત, પ્રકૃતિ, રુચિ, વિકાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com