________________
૧૫૬
સ્મૃતિ લાંબે કાળ ટકી રહે, તે ધારણ કહેવાય છે. ૨. શાર્દૂલ વિક્રીડિત છંદમાં ૧૯ અક્ષરે હોય છે. “માતારા સલગ જ ભાન સલ તારા જ તારા જ ગ” એટલે મગણ, સગણ, જગણ, સગણ, બે તગણું અને એક ગુરૂ હોય તે શાર્દૂલવિક્રીડિત છંદ જાણુ. ઉદાહરણ જ્ઞાને આપ ત્રિક વ્યાપક છતાં, સ્વાધીન સંસારથી.” શિખરિણી છંદમાં ૧૭ અક્ષરો હોય છે. “ય માતા માતારા નસલ સલગં ભાન સલગં” એટલે આંગણ, મગણ, નગણ, સગણ, ભગણ એક લઘુ અને એક ગુરૂ જેમાં હોય તે શિખરિણું જાણવો. ઉદાહરણ– અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.” ઋગધરા છંદમાં ૨૧ અક્ષરે હોય છે. “માતારા રાજભા ભાનસ નસલ યમાતા યમાતા યમાતા” એટલે મગણ, રગણ, ભગણ, નગણ, ત્રણ યગણ જેમાં હોય તે સ્ત્રગધરા જાણ. ઉદાહરણ– “ને રોગા, નૈવ શેકા, ન કલહ કલના” નારિ મારી પ્રચારો.” ત્રાટકમાં ચાર સગણ આવે. ઉદા.- “અપકૃત્ય તણું પથથી વળવું. શાલિની છંદમાં માતારા તારા જ તારા જ ગંગ ' એટલે મગણ બે તગણ અને બે ગુરૂ હોય ત્યાં શાલિની જાણો.
તા. ૧૬-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com