________________
તમાં ધર્મની દષ્ટિએ રાજ્ય થયા છે. ભેગલાલસા માટે અહીં રાજ્ય કરવાની દૃષ્ટિ રહી નથી. રાજ્ય કરનારના પાંચ ધર્મોમાં એ જ દષ્ટિ બતાવી છે એટલા માટે જ “હુ મારે ' કહ્યું છે. ગાંધીજીએ સ્વદેશી વ્રત તથા જૈન ધર્મે “દિશાપરિમાણ વ્રત” અને “દેશાવકાશિક વત’ બતાવ્યાં છે. ઋષભદેવ તથા રામ નીતિ-ધર્મના પ્રવર્તન માટે અહીં રાજ્ય કરે છે. સમર્થ રામદાસે શિવાજીને ધર્મ દષ્ટિએ રાજ્ય કરવાનું કહ્યું. માટે જ બીજા રાષ્ટ્રો કરતાં ભારતને રાજકીય એકમ માન્યું. (૫) વિશ્વ વાત્સલ્યનું સાંસ્કૃતિક એકમ આખું વિશ્વ છે. કારણ કે સાંસ્કૃતિક દષ્ટિએ ભારતમાં સમગ્ર વિશ્વને વિચાર કરવામાં આવે છે; એમાં વિશ્વના બધાય ધર્મો, વિચાર ધારાઓ, વાદ, સુસંસ્થાઓ અને પ્રાણીઓ વગેરે આવી જાય છે. મરુદેવી માતાએ પુત્ર વાત્સલ્યને બદલે જ્યારે સાંસ્કૃતિક દૃષ્ટિએ સમગ્ર વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્યને વિચાર કર્યો ત્યારે જ તેમને કેવળ જ્ઞાન થયું. (૬) વિશ્વ વાત્સલ્યનું આધ્યાત્મિક એકમ “માનવ” છે. વિશ્વવલ્યની પૂર્ણ સાધનાને અધિકારી માનવ જ છે; બીજા પ્રાણીઓ નથી; એના માધ્યમ દ્વારા પ્રાણિમાત્ર પ્રત્યે વાત્સલ્ય સિદ્ધ થઈ શકે. ગીતામાં માનવ શરીરમાં વિરાટ વિશ્વ દર્શન અને જૈન શાસ્ત્રમાં ૧૪ રાજુ પ્રમાણુ લેકને માનવાકાર બતાવવાની પાછળ એ જ રહસ્ય છે.
વિશ્વ વાત્સલ્યના એકમો બે પ્રકારના હોઈ શકે પ્રત્યક્ષ અને પક્ષ. પ્રત્યક્ષ એકમ ધર, ગામડું અને શહેરના મજૂર તથા મધ્યમ વર્ગ; પક્ષ એકમ રાષ્ટ્ર અને વિશ્વ. (૧) ભારતીય કુટુંબ સંસ્થામાં સંયુક્ત કુટુંબ પ્રણાલી હોઈ વિશ્વ વાત્સલ્યની દિશામાં આટલા ગુણો વિકસી શકે. ૧. કામવિકારશમન, ૨. લાભની મંદતા, ૩. સહયોગના સંસ્કાર, ૪. ક્રોધ શમન, ૫. મોહ મમત્વની મંદતા, ૬. સમન્વય શીલતા. સંયુક્ત કુટુંબ પ્રણાલીમાં કેટલાક દોષો છે, તે નિવારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com