________________
વિધવાત્સલ્યનું એકમ આખા વિશ્વ પ્રત્યે વાત્સલ્ય વહેવડાવવા માટે દરેક ક્ષેત્રનાં એકમે નક્કી કરવા જોઈએ; જેથી એ એકમના માધ્યમથી સમગ્ર વિશ્વમાં સહેલાઈથી વાત્સલ્ય રેડી શકાય. (૧) વિશ્વ વાત્સલ્યનું કૌટુંબિક એકમ ઘર છે; કારણ કે ઘરથી જ વાત્સલ્યનું સિંચન થાય છે. વાત્સલ્યને વિકાસ, પ્રકાશ કે વિવેક ઘરમાં માતૃ તિથી જ મળી શકે. મદાલસા માતાએ પોતાના સાત પુત્રોને ઘરથી વિશ્વ સુધી વાત્સલ્ય વહેવડાવવાની પ્રેરણા પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં આપી હતી. મેનાવતી માતાએ ગોપીચંદ રાજાને કુટુંબ મેહ છોડીને વિશ્વ વાત્સલ્ય રસાનંદ મેળવવા માટે પ્રેર્યો હતે. માણસ ગમે ત્યાં જાય, એને દુઃખોમાં હૂંફ આપનાર વાત્સલ્યનું પાવર હાઉસ ઘર બને છે. (૨) વિધવાત્સલ્યનું સામાજિક એકમ ગામડું છે. એમાં પછાત વર્ગો, પાછળ રહી ગયેલી નારી જતિ અને ખેડૂત ગોપાલક મજૂર વર્ગો તથા ગોજાતિ પણ આવી ગઈ. ગામડું નીતિધર્મની દષ્ટિએ આગળ છે, પણ સામાજિકતાની દષ્ટિએ પછાત છે, એટલે માતા જેમ નબળા બાળકને વધારે વહાલ કરે છે, તેમ ગામડું નબળું હોઈ એને સામાજિક એકમ તરીકે માન્યું છે. ગાંધીજીએ સમાજ સેવા માટે ગામડું જ પસંદ કર્યું; ઉત્પાદક વર્ગ ગામડામાં છે, તેને પિતાના ઉત્પાદનનું સાચું વળતર અને ન્યાય મળે તે દષ્ટિએ ગ્રામોદ્યોગો બતાવ્યો. ભરતજીએ અયોધ્યાની સાથે ગામડાઓને અનુબંધ જોડવા નંદીગ્રામમાં રહેવાનું પસંદ કર્યું. (૩) વિધવાત્સલ્યનું આર્થિક એકમ મજૂર અને મધ્યમ વર્ગ છે. જે કે અર્થની પાછળ નીતિ, ન્યાય અને ધર્મની દષ્ટિ રહેશે. એટલા માટે જ ગાંધીજીએ મજૂર મહાજનનું નૈતિક સંગઠન રચ્યું હતું. (૪) વિશ્વવાત્સલ્યનું રાજકીય એકમ ભારત રાષ્ટ્ર છે, કારણ કે ભારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com