________________
૧૦૮
સહકારી બેન્કોમાં, પંચાયતોમાં પ્રતિનિધિત્વ દાખલ કરાવવું જોઈએ. રાજકીય ક્ષેત્ર કોંગ્રેસનું માતૃત્વ સ્વીકારે તો કેસ આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં નિશ્ચિતતાથી મૂલ પરિવર્તનની પ્રક્રિયા ઊભી કરી શકે, પણ એ કામ ગ્રામસંગઠન અને પ્રાયોગિક સંધનું પૂરક પ્રેરકતત્વ કોંગ્રેસને મળે તે જ થઈ શકે. શિક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં મૂલ્ય પરિવર્તનનું કામ પ્રાયોગિક સંઘના હાથમાં રહે. તા. ૧૭-૧૦-૬૧
૩
અનુબંધ વિચારધારા અને નગર જન સંગઠને
૧. પહેલાં તે ગામડાં છેડીને નગરમાં વસવાનું મન ભારતીય લકને થતું ન હતું; એટલે નગરે દરિયાકાંઠે વસ્યાં, ત્યારે શાસકોએ વેપાર કરવા માટે માલને વિનિમય અને આયાત-નિકાસ ઉપરના કરવેરા માફ કરીને વેપારી લેકેને શહેરમાં વસવા માટે ખેંચ્યા. પછી તે કમાવાને લાભ થશે, સાથેસાથે મહેનત ઓછી કરવી પડતી અને વિલાસિતા અને મનોરંજનના સાધને મળવા લાગ્યાં, એટલે કે શહેરમાં ભરાવા લાગ્યા. હવે તે ગ્રામને બધો જ કાચો માલ શહેરામાં યંત્રો વધવાને કારણે ખડકાવા માંડયો. ગામડિયા લેકોને ઘણાદષ્ટિથી જોવા લાગ્યા; એટલે નગરે એક બાજુ શોષક અને બીજી બાજુ વિલાસનાં કેન્દ્રો બન્યાં. અર્થ અને કામ બને શહેરોમાં ભેગાં થયાં, નીતિ-ધર્મને અંકુશ ન રહ્યો; અંગ્રેજોની કહેવાતી સભ્યતા અને ઔદ્યોગિક ક્રાંતિને નામે નગરમાં લોકોને ખેંચ્યા. ગાંધીજીએ નગરોનું શોષણ અટકાવવા ગ્રામોદ્યોગોની વાત કરી, મજૂર-મહાજન તથા ચરખાસંધ જેવાં સંગઠન ઊભાં કર્યા. ગ્રામના પ્રતીક આશ્રમમાં રહેવા છતાં, તેમણે વધારે સત્યાગ્રહ નગરોમાં જ કર્યા, પરિણામે આજે કેગ્રેસમાં વકીલ, ડોકટરે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com