SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રામ સંગઠન દ્વારા મૂલ્ય પરિવર્તનની પ્રક્રિયા ૧. અહિંસક ક્રાંતિને આપણે ત્રણ વાહન ગણુએ છીએ– ગામડું, માતૃજાતિ અને પછાત વર્ગો. જે આપણે એમને અહિં સક ક્રાંતિના વાહને બનાવવા હોય તે રેટી, રોજી, ન્યાય, રક્ષણ અને શિક્ષણની નિશ્ચિતતા આપવી જોઈએ. આ ત્રણે વર્ગના લેકને રાંચા, નીચા, અભણ કે ગમાર સમજીને સમાજે વચગાળામાં અવગણ્યા છે, એટલા માટે જ મ. ગાંધીજીએ આ ખોટાં મૂલ્યોને પલટાવવા માટે પાંચ વાર આમરણ અનશન કર્યા, મુનિશ્રી સંતબાલજી મહારાજે ત્રણ વખત આમરણ અનશન આદરીને ખેડૂત, ગામડાં અને માતૃજાતિને નિશ્ચિતતા અપાવી. (૨) ગ્રામને ક્રાંતિનાં વાહક બનાવવા તથા નિશ્ચિતતા અપાવવા માટે જુદાં જુદાં મંડળે હોવાં જોઈએ, જેથી એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલે, એમનાં હિતો જુદાં હાઈ પ્રશ્નો ગૂંચવાય નહીં, છતાં એકબીજાનાં પરસ્પર પૂરક બને તે માટે એ ત્રણેને પ્રાયોગિક સંધના સંચાલન નીચે રાખવા માગીએ છીએ, જે લવાદી દ્વારા ઝઘડા પતાવે, તેથીયે ન પતતા હોય તે શુદ્ધિપ્રયોગ દ્વારા નૈતિક, સામાજિક દબાણ લાવીને પણ અહિંસક ઢબે પ્રશ્નો પતાવે; તો જ મૂલ્ય પરિવર્તન થઈ શકશે. ૩. ઉત્પાદક અને ઉપલેક્તા બનેને પરવડે તેવા નૈતિક ભાવે રાજ્ય કે સમાજ દ્વારા બાંધી આપવા, ૪. આ ત્રણે મંડળનું નૈતિક પ્રતિનિધિત્વ સહકારી પ્રવૃત્તિ અને પંચાયત તથા શિક્ષણ-ન્યાયના ક્ષેત્રમાં રહે. સહકારી મંડળીઓમાં ફરજિયાત બચત (નિશ્ચિતતા માટે) દાખલ કરવી, ૫. નવી ઢબની લવાદી પદ્ધતિ દાખલ કરવી. ૬. સહકારી યંત્ર દ્વારા અર્થનિશ્ચિતતા, ૭. કાચા માલની રૂપાંતરની પ્રક્રિયા, ૮. મંડળોની લવાજમ પદ્ધતિ આર્થિક શક્તિ પ્રમાણે ગોઠવવી, ૯. સામાજિક-આર્થિક ક્ષેત્રે ગ્રામસંગઠનની સ્વતંત્રતા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy