________________
૧૦૪
માતૃસમાજો અને વિશ્વવાત્સલ્ય પ્રાયેાગિક સંધ ઊભા કરવા જોઈ એ. આ રીતે ગામડાની ખામીઓ દૂર કરી, ગ્રામસગઢના દ્વારા વિશ્વવિચાર ગામડાઓએ કરવા જોઈએ.
તા. ૨૬-૯-૬૧
૧૦
અનુબંધ વિચારધારામાં જનસગઢનાનુ સ્થાન
૧. વિશ્વનું કેન્દ્ર ભારત છે અને ભારતનું કેન્દ્ર ગામડુ છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશ્વને એક કરવું હોય તા એની સામગ્રી ગામડામાં પડી છે. ગાંધીજીએ ગામડા અને શહેરની અધવચ્ચે રહેવા છતાં ગામડાને લક્ષમાં રાખ્યું. ખાદીગ્રામેાઘોગા અને સ્વદેશી વ્રત ગામડાની સાથે અનુબંધની દૃષ્ટિએ જ ગાઠવ્યાં હતાં. ૨. હિંદુધર્મની જે કૌટુંબિક ભાવના છે, તે હજીય ગામડામાં પડી છે. ગમે તે જ્ઞાતિ, વ, ધર્મ કે દેશના માનવ હરશે તેની સાથે ગામડાના લોક કૌટુંબિકભાવે વર્તશે. જૂનાવખતમાં ન્યાતાતના ભેદે ગામડામાં એટલા બધા પજવતા ન હતા. હવે સત્તા અને મૂડીની પકડવાળા લેાની નેતાગીરી અને સ્વાર્થને લીધે અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્ન જટિલ બની જાય છે. અનુભવે એમ જણાય છે કે કાંતા રાજકીય દૃષ્ટિએ નવ્યૌદ્દો બનાવી, કાંતા સપ્રદાય કે સંખ્યા વૃદ્ધિને ભે ઈસાઈ બનાવી અગર તા વટાળવૃત્તિથી ધર્માંતર કરાવી, કાં તેા સ્થાપિત હિતેાએ પોતાની નેતાગીરી ચાલુ રાખવા માટે હરિજના પ્રત્યે ધૃણાભાવને ઉત્તેજીને ગામડામાં અનેક ભાગલા પાડ્યા છે. નાતાતના ભેદોથી પર અને નૈતિક પાયા ઉપર શુદ્ધ ગ્રામસંગઠને રચાય અને જૂની નેતાગીરીને સુધારીને અગર ખેસવીને નવી નેતાગીરી દાખલ કરાય તે આ બધી બદીઓ દૂર થઈ શકે. ૩. માત્ર ગ્રામસ`ગઢના ઊભાં કરવાથી કામ નહી" પતે, ગામડાના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાજકીય વ. ક્ષેત્રાના એકેએક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com