________________
૧૦૩
બળ પ્રકટી શકતું નથી. એથી કરીને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં એ અસરકારક કામ કરી શકતી નથી, રાષ્ટ્રમાં ઘણું વિરોધી અને ભારતીય સંસ્કૃતિ વિરોધી પક્ષોની સામે કોંગ્રેસ નિશ્ચિત રહી શકતી નથી, મત મેળવવા માટે સિધ્ધાંતમાં બાંધછોડ કરી બેસે છે. ગ્રામસંગઠન જે સામાજિક આર્થિક ક્ષેત્રે સ્વતંત્ર રહે અને રાજકીય ક્ષેત્રે કેસનું માતૃત્વ સ્વીકારે તો ગામડું કેગ્રેસને ઘડી શકે અને ગ્રામલક્ષી બનાવી શકે. ૨. ભૂતકાળમાં ગામડું અન્ન, વસ્ત્ર, મકાન, શિક્ષણ-સંસ્કાર, આરોગ્ય, ન્યાય અને સુરક્ષા એ સાતેયમાં સ્વાવલંબી હતું, પણ આજે શહેરે દ્વારા આર્થિક શોષણ અને સરકાર દ્વારા શિક્ષણ, રક્ષણ, ન્યાય અને આરોગ્યનું કામ ચાલે છે. ૪. નદી સમુદ્ર સાથે અનુસંધાન કરવા માટે પહેલાં નદ અને અખાતમાં મળે છે, તેમ ગામડાનું વિશ્વ સાથે અનુસંધાન કરવા માટે રાષ્ટ્રીય મહાસભા સાથે, પ્રાયોગિક સંધ સાથે અને પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા(ધૂન) સાથે મળે, એ રીતે વિશ્વ સુધી ગામડું પિતાને અવાજ પહોંચાડી શકે. ૫. ગ્રામસંગઠનને કેગ્રેસ સાથે રાજકીય માતૃત્વ સંબંધ શા માટે ? એને સચોટ જવાબ એ છે કે ભારતીય સંસ્કૃતિનું તત્ત્વ વિશ્વ સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ જ માધ્યમ બની શકે; બીજું શુદ્ધ અહિંસક સાધનો દ્વારા જનતાએ વિશ્વક્રાંતિ કરવી હોય તે રાજકીય ક્ષેત્રે કોગ્રેસનું માતૃત્વ ગ્રામસંગઠને
સ્વીકારવું જોઈએ. પણ ગ્રામસંગઠન અને કોંગ્રેસ બન્નેની નિષ્ઠાને સવાલ આવે ત્યાં મુખ્ય નિકા ગ્રામસંગઠન ઉપર રહેશે, કારણ સરકાર કરતાં જનતા મોટી છે; ભલે આજે એ જનસંગઠનની અસર ઓછી હોય, ઘડતર ઓછું થયું હોય, છતાં એને મહત્ત્વ આપવું પડશે. નૈતિક-સાંસ્કૃતિક માતૃત્વ પ્રાયોગિક સંધનું અને આધ્યાત્મિક માતૃત્વ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓનું રહેશે. ૬. ગામડાનું શોષણ મટાડવા માટે સહકારી મંડળીઓ અને એમાં ગ્રામસંગઠનનું પ્રતિનિધિત્વ રહે, શહેરોને ગામડાના પિષક બનાવવા માટે શહેરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com