________________
પ્રચ્છન્નૌદ્ધ' અથવા મિયા માયાવાદી ગણું ઉપહાસ કરે છે. દિવાદીઓ અને તાંત્રિક વચ્ચેની અણસમજ દૂર થાય, અને .શાક્તસંપ્રદાયમાં કેટલું ધર્મતત્ત્વનું વ્યાપકપણું અને ઉડાપણું રહેલું છે તે સરલતાથી સમજાય એવા હેતુથી આ નિબંધ લખવાનું શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફનું નિમંત્રણ મેં સ્વીકાર્યું હતું.
દરેક પદાર્થ ત્રણ ભૂમિકામાં જાવ કરે છે. મૂલ પ્રકૃતિદશામાં, પછીથી પ્રકૃતિ-વિકૃતિદશામાં, અને છેવટે વિકૃતિદશામાં આવી ઠરે છે. ગાયનું દૂધ આરંભમાં શુદ્ધ પ્રકૃતિદશામાં, પછી દહીંની અવસ્થામાં પ્રકૃતિ-વિકૃતિ દશામાં, અને છાશ, પાણી, માખણ, અને ઘીના રૂપમાં છેવટની વિકૃતિદશામાં આવી રહે છે. આ ત્રણે અવસ્થા સામાન્ય રીતે પોતપોતાની અર્થWિા સાધવામાં સમર્થ હોવાથી શુદ્ધ જ હોય છે, પરંતુ તે તે અવસ્થામાં જ્યારે વિરોધી દ્રવ્ય પેસવા પામે છે ત્યારે અશુદ્ધ પરિણામો પ્રકટ થાય છે. આ દ્રવ્યને લગતા શુદ્ધ પરિણામો અને અશુદ્ધ પરિણામોના નિયમો ધર્મતત્વને પણ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે વેદશાસ્ત્ર ઉપર બંધાયેલા હિન્દુ ધર્મની બે મુખ્ય શાખાઓ થાય છેઃ (૧) સાધારણ ધર્મ જેવા કે - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, દાન, દમ, દયા, શાન્તિઃ (૨) અસાધારણ ધર્મ જેવા કે બ્રાહ્મણદિ વર્ણ ધર્મો, બ્રહ્મચર્યાદિ આશ્રમધર્મો, વર્ણ અને આશ્રમના મિશ્રધર્મો, ગૌણધર્મો, અને શ્રાદ્ધાદિ નૈમિત્તિક ધર્મો. આ પાંચ પ્રકારના અસાધારણ અથવા વિશેષ ધર્મો મૌલિક સાધારણ અથવા સામાન્યધર્મના દંશ, કાલ અને નિમિત્તના ભેદને લઈ ઘડાયેલા ખાસ પરિણામે છે અને તે તે દેશ, કાલ અને નિમિત્તને બંધબેસતા પળાય ત્યાં સુધી તે શુદ્ધ વિકૃતિઓ છે. પરંતુ સાધારણ ધર્મને મૂલમાંથી ઉચછેદ કરે એવી રીતે જે વિશેષધર્મ સાધવામાં આવે તો ધર્મ અશુદ્ધ પરિણામ ઉપર જાય છે; અને ધર્મની છાયામાં અધર્મનાં રૂપો ઉભાં થાય છે. ઉદાહરણ તરીકે મહાભારતના શાન્તિવ માં કહ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com