________________
अहिंसार्थाय भूतानां धर्मप्रवचनं कृतम्
यः स्यादहिसायुक्तः स धर्म इति निश्चयः ।। ધારણ કરવાથી ધર્મ-એ લક્ષણ વાળ ધર્મ પ્રાણુઓની અહિંસા સધાય તેવા હેતુથી પ્રતિપાદન કરવામાં આવ્યો છે. આથી અહિંસાયુક્ત જે કર્મ હોય તે ધર્મ એ નિર્ણય થઈ શકે છે.
આમ છતાં દેશ, કાલ અને નિમિત્તોના ભેદોને લક્ષ્યમાં લઈ જેમને હિંસા જીવનસહભાવી થઈ ગઈ છે તેમને ક્રમપૂર્વક અહિંસાધર્મ ઉપર લાવવા વેદવાદમાં યજ્ઞાદિ-હિંસાનો સ્વીકાર છે. પરંતુ અમુક વસ્તુ સ્વીકૃત છે તેથી સર્વ મનુષ્યએ તેવું કરવું જ એવું તાત્પર્ય નથી. હિંસા જેમને નિત્યપ્રાપ્ત છે તેમને છોડાવવા સારૂ આવા નિયમવિધિઓ અથવા પરિસંખ્યાવિધિઓ હોય છે. પરંતુ જેઓ નિયમ અને પરિસંખ્યાને અપૂર્વ વિધિ માની હિંસા કરે તે વેદવાદી ધાર્મિક નથી, પરંતુ અધર્મી છે.
કે અન્ય પ્રમાણુ વડે ન જણાયેલા ધર્મનું અનુષ્ઠાન કરવાનું પ્રબોધે તેવા શ્રુતિવાક્યને અથવા સ્મૃતિવાક્યને પૂર્વવિધિ કહે છે. જેમકે દુનઃ સંધ્યામુપરત-આ વાક્ય અપૂર્વાવિધિ છે, કારણ કે સંપાસન નિત્ય કરવાનું પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે આપણને કદી સમજાતું નથી.
બંને રીતે આચરણ થઈ શકે તેવા સંજોગોમાં એક જ પ્રકારે પ્રવૃત્તિ કરવી એવું સૂચન કરનારું વાકય તે નિચનવિધિ. જેમકેત્ર માગુચત્તિ-ઋતુકાલે સ્ત્રીસંગ કરવો, તેમાં ઉત્તમ પ્રજાની વાસનાવાળાએ ઋતુકાલે સ્ત્રીગમન કરવું એવો નિયમ બાંધવામાં આવે છે.
બંને રીતે આચરણ થઈ શકે તેવા સંજોગોમાં એક પક્ષ ત્યાગ કરવાનું જેમાં તાત્પર્ય છે તેવા વાક્યને પસંથાવિધિ કહે છે. જેમકે પંચરંવાલા મય:- અમુક પાંચનખવાળાં પ્રાણીઓ ભક્ષ્ય છે એ વાક્યનું તાત્પર્ય તેવાં પ્રાણુઓના ભક્ષણમાં નથી, પરંતુ અન્ય જાતિનાં પ્રાણુના ભક્ષણના ત્યાગમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com