________________
૪૩
જાણ્યા છે; એટલે તત્ત્વરૂપે જે સચ્ચિદાનંદ બ્રહ્મ અથવા પરમાત્મ પરદેવતા ” અથવા “ પરમેશ્વર
,,
66 અથવા લગ
તે જ ઉપાસ્યરૂપે વાન્” તેઓ સમજે છે. સચ્ચિદાનંદ વૈભવવાળી એક જ વસ્તુ પોતાના નિષ્કલ, નિર્વિકલ્પ, નિરાકાર, અને નિર્ગુણુ સ્વરૂપે વિદ્યમાન છતાં, તે સકલ, સવિકલ્પ, સાકાર, અને સગુણ રૂપમાં આ દૃશ્ય જગતમાં ભાસે છે, એ સિદ્ધાન્તમાં શ્રી શકરાચાર્યે શક્તિવાદના આશ્રય લીધે છે. એમના સિદ્ધાન્તને આપણે “ અદ્વૈત દર્શન ” કહીએ છીએ. અદ્વૈત એટલે એક નહિ, પરંતુ એ ભિન્ન સત્તાવાળા પદાર્થો નહિ એવા ભાવ અદ્વૈત શબ્દમાં રહ્યો છે. બ્રહ્મતત્ત્વમાં આ દિવ્ય ભાવના અથવા શકિતસ ંપન્નતાની ભાવના તેમણે પેાતાનાં પ્રસ્થાનત્રયીનાં ભાામાં વર્ણવી છે, તેના કરતાં તેમણે પ્રકરણગ્રં’થામાં વધારે સારી વર્ણવી છે. પ્રસ્થાનત્રયીનાં ભાષ્યામાં એમણે વેદના જ્ઞાનકાણ્ડના સિદ્ધાન્તાને તરતા રાખ્યા છે. પરંતુ પ્રકરગ્રન્થામાં તેમણે ઉપાસના કાણ્ડના સિદ્ધાન્તાની ચર્ચા સ્પષ્ટ રીતે કરી છે. સામાન્ય રીતે આપણું દુધ્રુવ છે કે વેદના ઉપાસનાકાણ્ડની અથવા મધ્યમકાણ્ડની મીમાંસાના ગ્રન્થા લગભગ લેાપ પામ્યા છે. તેનાં સૂત્રેા અને ભાષ્યા હાલ ઉપલબ્ધ થતાં નથી. તે પણ તે કાણ્ડને લગતા મન્ત્રશાસ્ત્રમાં તથા આગમ અને શાકત તન્ત્રામાં અદ્વૈતદર્શનની કિતવાદની પ્રક્રિયા થેાડે ઘણે અંશે જળવાઈ રહી છે. શાંકર દનમાં મૂલ બ્રહ્મ” એ શબ્દ સાથે પર અને અપર એવાં વિશેષણા લગાડવામાં આવે છે, અને જે બ્રહ્મતત્ત્વ જ્ઞેય તે પર, અને જે બ્રહ્મતત્ત્વ ઉપાસ્ય તે અપર, એવા વિવેક કરવામાં આવે છે. આથી અપર એટલે ખાટુ અને પર એટલે સાચું એવા ભાવ સમજવાના નથી. ગમે તે દેવના સ્વરૂપ સાથે શંકરાચાય પર શબ્દને પ્રયાગ કરી, તે દેવના તાત્ત્વિક ભાવ પ્રતિ આપણી બુદ્ધિને ખેંચે છે. પરવિષ્ણુ અથવા પરવાસદેવ, પરિશવ, પરાશકત વગેરે શબ્દો વડે તે તે દેવના આભિમાનિક રૂપની પીઠમાં સાચુ અન્તર્યામી સચ્ચિદાનંદ કલાવાળુ દિવ્ય રૂપ છે, એમ સ્પષ્ટ, સમજાવે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
rr
ܕ
www.umaragyanbhandar.com