________________
પ્રકરણ પહેલું વૈદિક ધર્મમાં વ્યાપેલે શક્તિવાદ
શક્તિવાદનું મંત્રસંહિતામાં બીજા प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती। धीनामवित्र्यस्तु॥
(, ૧૦. ૬૧. ૪) હાલના હિન્દુ ધર્મના ઉંડા અને વ્યાપક અભ્યાસ વિનાના મનુષ્યો એવું માને છે કે શાક્તસંપ્રદાય આપણુમાં અનાર્યોના સંબંધથી પેઠેલ કેઈ અપધર્મ છે. બૌદ્ધ ધર્મના ઈતિહાસના અને દર્શનના વ્યાપક અભ્યાસ વિના બ્રાહ્મણોએ એવું ઠસાવી દીધું છે કે બૈદ્ધ ધર્મ નાસ્તિક છે, અને વેદધર્મનાં સનાતન સત્યથી વિરોધી છે. વેદને પ્રમાણભૂત નહીં માનનાર બદ્ધ સંપ્રદાય પ્રતિને વેદાભિમાની મનુષ્યોને તિરસ્કાર કદાચ આપણે સંતવ્ય ગણીએ, પરંતુ વેદને પ્રમાણભૂત માનનાર શાક્તસંપ્રદાય પ્રતિ નાક મરડનાર વેદાભિમાનીની ધૃષ્ટતા કેઈરીતે સંતવ્ય નથી. વેદધર્મના સર્વ આચારવિચારે શુભ જ છે એવું માનવું એ ધર્માધતા છે, તેમ વેદધર્મ વિનાના સર્વ ધર્મોમાં કંઈ સત્ય જ નથી એવું માનવું તે પણ મોટી ધૃષ્ટતા છે. કેઈપણ ધર્મના મત-મતાંતર અથવા સંપ્રદાયમાં સમાયેલા આચારવિચારોમાં સનાતન સત્ય શાં છે, અને આગંતુક સત્ય કયાં છે તેની પરીક્ષા કરી, દેશ, કાળ અને વસ્તુસ્થિતિને અનુસાર ધર્માધર્મને વિવેક કરવાને છે. આવી વિવેકદષ્ટિ ઉંડા અને તે સાથે વ્યાપક અભ્યાસ વિના કદી ઉઘડતી નથી. શાક્તસંપ્રદાયમાં સમાયેલાં સનાતન સત્યને પ્રકાશ કરવા આ નિબંધમાં પ્રયત્ન કરવામાં આવે છે.
હિન્દુ ધર્મનું મૂલ પ્રભવસ્થાન વેદ છે. વેદ શબ્દ વડે મંત્ર-બ્રાહ્મણપ્રથાને સમૂહ એવું સમજવામાં આવે છે. શ્રદાદિ શાસ્ત્ર સમૂહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com