________________
૧૭ર
I નાખાઓમાં આપણે જોયું ,
પ્રકરણ સેળયું
શિવ-શક્તિસામરસ્યનું ફલ आदर्शयोरिवोन्योऽन्य लम्भितप्रतिबिम्बयोः शिवशक्तयोरनंताः स्युरंतरंन्तः प्रसक्तयः ॥
પાછલાં સર્વ પ્રકરણમાં આપણે જોયું કે ભારતવર્ષના હિન્દુધર્મની સર્વ શાખાઓમાં, બ્રાદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં શક્તિવાદને જૂનાધિક અંશે સ્વીકાર છે. આ શક્તિતત્વનું સ્વરૂપ સ્વયંપ્રકાશ ચૈતન્યની ફરતા રૂ૫ છે એવું સિદ્ધાન્તવિચારના પ્રકરણમાં આપણે વિચારી ગયા છીએ. મૂલ સ્વયંપ્રકાશ વસ્તુને ધમી તરીકે સ્વીકારતાં શિવ સંજ્ઞા અપાય છે. અને ધર્મ તરીકે સ્વીકારતાં શ િસંજ્ઞા અપાય છે. પ્રકાશ અને વિમર્શ—વિજ્ઞાન અને વેદ્ય-બંને એક જ વસ્તુની બે બાજુઓ છે, અને આથી શૈવ તથા શાક્ત દર્શન અદ્વૈતવાદી છે. વેદાન્ત શાસ્ત્રમાં પણ અદ્વૈતવાદ છે, પરંતુ તેમાં વિશ્વને વિવર્તરૂપે સ્વીકારી અદ્વૈત સિદ્ધાન્ત સ્થાપવામાં આવે છે, અને જીવને પ્રતિબિંબ રૂપે માની એકાત્મવાદ દઢાવવામાં આવે છે. પરંતુ આ શાક્તોના પ્રતિબિંબવાદમાં લોકિક પ્રતિબિંબ વાદ સર્વીશે સ્વીકારાયો નથી. લકિક પ્રતિબિંબમાં બિંબ, આદર્શ, અને પ્રતિબિંબ એવી ત્રિપુટી સમજાય છે. પરંતુ શવ-શાક્ત દર્શનમાં શિવ પોતે જ પોતાની શક્તિ વડે જગતના વિચિત્રને ધારણ કરી અનેકધા ભાસે છે, એવું માનવામાં આવે છે. જેમ કેટલાક પ્રાણિઓ અંતસ્થ વચિત્ર્યવાળા હોય છે, તેમ મૂલ વસ્તુ પ્રકાશ અને વિમર્શ રૂપે-વિજ્ઞાન અને વિય રૂપે ભાસે છે. આ ભાવમાં શાક્ત “વિવર્ત” શબ્દ પણ વાપરે છે, પરંતુ ત્યાં વિવર્ત એટલે વેદાન્તીઓ સમજે છે તેવા વસ્તુને વિકાર વિનાનો અન્યથા ભાવ થ એ અર્થ નથી; પરંતુ શિવત વિપિન વર્તન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વાય છેપરીને પ્રતિબિકીકારી અનાજ