________________
૧૫૩ સ્ત્રીને આ પ્રકારે પતિના વરણમાં સ્વતંત્ર અધિકાર શિવ અને શાક્ત તંત્રમાં છે. વૈદિકાચારવાળા હિન્દુઓ આ પદ્ધતિને અધર્મ માને તો તેઓ સ્વતંત્ર છે, પરંતુ તંત્રાચારવાળા પણ હિંદુઓ છે, અને તેઓ બ્રહ્મશાસન કરતાં ચઢીઆતા શૈવશાસનને માનનારા છે. તે તેમને તે અધિકાર શી રીતે વૈદિકે લઈ શકે ? શેવ અને શાતાએ પોતાના આગમમાં સ્વતંત્ર વ્યવહારધર્મની શ્રેણિઓ રચી છે, અને તે શ્રેણી પ્રમાણે શિવ અને શાકતો આચારધર્મ ઉપરાંત વ્યવહારધર્મ સાધે છે.
પ્રાચીન વૈદિક સાહિત્યમાં સ્ત્રીની પ્રતિષ્ઠા થી તરીકે જ માની છે. શતપથ બ્રાહ્મણમાં (૧૧. ૪–૨) એક નાની આખ્યાયિકા મૂકી છે. પ્રજાપતિ પ્રજા ઉત્પન્ન કરતાં મનમય તપ વડે થાકી ગયા, અને બળથી થી ઉત્પન્ન થયાં. તે શ્રી સુંદર રૂપવાળાં પ્રકાશવા લાગ્યાં. તેમની પ્રભા વડે અને લાલિત્ય વડે દેવો મેહ પામ્યા, અને
અને તેના પ્રતિ તેને હરણ કરવા દેવા લાગ્યા. પ્રજાપતિને પ્રત્યેક દેવ કહેવા લાગ્યા કે મને વરાવો, નહિ તે અમે તેને નાશ કરીશું અથવા લઈ જઈશું. પ્રજાપતિએ તેમને સમજાવ્યા કે આ શ્રી તે સ્ત્રી છે, તેને બલાત્કારથી હરી જવાય નહિ, તેમ મરાય પણ નહિ જે તે જીવતી રહે, અને પ્રસન્ન થાય તે સ્વેચ્છાવર વરે. તે ઉપરથી અગ્નિએ તે સ્ત્રીને (૧) પુષ્કળ અન્નાદિ ભોગ્ય પદાર્થો આપ્યા, સામે (૨)રાજ્ય આપ્યું, વરુણે (૩)સામ્રાજ્ય આપ્યું, મિત્રે (૪)ક્ષાત્રબળ આપ્યું, ઈન્દ્ર (૫)પરાક્રમ આપ્યું, બૃહસ્પતિએ (૬)બ્રહ્મવર્ચસ્ આપ્યું, સવિતાએ (૭)રાષ્ટ્ર આપ્યું, પૂષાએ (૮)સૌભાગ્ય આપ્યું, સરસ્વતીએ (૯)પુષ્ટિ આપી, ત્વષ્ટાએ (૧૦)રૂપ આપ્યું. આ સર્વ વિપુલ સંપત્તિવાળી શ્રીએ પ્રજાપતિને કહ્યું કે આ બધા દેવોએ આટલું બધું આપ્યું.પ્રજાપતિએ કહ્યું કે યજ્ઞ વડે તે તે દેવનું તું સંતર્પણ કર. તે ઉપરથી દશ હવિર્યજ્ઞ વડે, અને દશ દાન વડે દેવ તૃપ્ત થયા, અને
સ્ત્રી જાતિ પ્રતિનું સાહસ કરવાનું ભૂલી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com