________________
૧૫ર
રહસ્યને પ્રબોધ કર્યો છે; અર્વાચીન કાળમાં મંડન મિશ્રનાં પત્ની ઉભયભારતી જેવી પત્નીઓએ તત્ત્વનિર્ણય કરવામાં પતિ અને ગુર વચ્ચે નિષ્પક્ષપાત વૃત્તિ જણવી બંનેનું હિત સાધ્યું છે. આવાં અનેક દૃષ્ટાન્ત ઉત્તમ ધર્મતત્વને જાણનારી સ્ત્રીઓનાં અનેક યોગિનીઓનાં શાકત આગમમાં આવેલાં છે. પરંતુ સ્ત્રીનિંદામાં તત્પર મિથ્યાવેદાન્તીઓએ અને સ્ત્રીની ભોગ્યદૃષ્ટિથી મિથ્યાસ્તુતિ કરનારા વિષયાંધ રાગી કવિઓએ-સ્ત્રીની વાસ્તવ પ્રતિષ્ઠા દર્શાવી નથી. શાકના ઉંચા આદર્શમાં સ્ત્રી વ્યવહારધર્મની સહચારિણું છે, એટલું જ નહિ પણ પરમાર્થ ધર્મની પણ સહચારિણું છે. શાકની સ્ત્રી જાતિ પ્રતિ ઘણુ જ કોમલ દષ્ટિ છે, અને પુરુષજાતિના ઉદ્ધારમાં તે ઘણું ઉંચા પ્રકારની મદદ કરે છે, એવો સ્પષ્ટ સ્વીકાર છે. લગ્નાદિ વ્યવસ્થામાં પણ શાકત અને સર્વે આગમ ઘણું ઉદાર મતના છે. મહાનિર્વાણ તંત્રમાં (અધ્યાય. ૭૧-૬૬-૬૭) એવું સ્પષ્ટ વિધાન છે કે –
જે પરણાવેલી કન્યાને પતિ પંઢ નિકળે, તે રાજાએ તે કન્યાનું પુનઃ દાન કરવું. આ વિધિ શિવે પ્રબોધેલો છે. પરણું હોય પણ પતિના શરીરસંબંધમાં આવી ના હોય તેવી બાળા વિધવા થાય તો તેના પિતાએ તેને ફરી પાણગ્રહણ કરાવવું. શેવધર્મમાં આ વિધિ છે.”
તે જ તંત્રના નવમા અધ્યાયના ૨૭૮ મા શ્લોકમાં કહ્યું છે કે
શૈવવિવાહમાં વય, વર્ણ વિગેરેને વિચાર ખાસ કરવાને નથી. સ્ત્રી સપિંડ સંબંધવાળી ન જોઈએ, અને ભર્તા વિનાની જોઈએ. અસપિંડ અને ભર્તા વિનાની હોય તો, શંભુશાસન એવું છે કે તે સ્ત્રી વિવાહગ્ય છે. તાંત્રિકના સમક્ષ, હે પાર્વતી ! તેવી વરવર્ણિની સ્ત્રીએ શુદ્ધભાવથી મને પતિભાવે સ્વીકાર એવી વિનંતિ કરવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com