________________
૧૬
નિકટ અટપટી વાત, નામ કહું કેનું મા, સરછ સાતે ધાત, માત અધિક સોનું મા. રત્ન મણિક માણેક, નંગ મઢયાં મુક્તા મા, આભા અટળ અધિક, અન્ય ન સંજુક્તા મા. નીલ પીત આરત, શ્યામ વેત સરખી મા, ઉભય વ્યક્ત અવ્યક્ત, જગ જેવી નરખી મા. નાગ જે અષ્ટકુલ આઠ, હમાચલ આદે મા, પવન ગવન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાધે મા. વાપિ કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા, જલતારણ જે નાવ, તું તારણુ બંધુ મા. વૃક્ષ વન ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં મા, કૃત્ય કર્મ કરતાર, કોશ વિધિ કૂભા મા. જડ ચેતન્ય અભિધાન, અંશ અંશ ધારી મા, માનવી મેટે માન, એ કરણું તારી મા.
x
વલ્લભ ભટ્ટ પછી ગુજરાતી સાહિત્યમાં દેવી સંબંધી ઉત્તમ કાવ્ય લખનાર કઈ થયા નથી. હરગેવન(મરણ ૧૮૪૧ )નો અંબા માતાને ગરબે સુરતના એક દેવી મંદિરને લગતો છે, પરંતુ સક્તિ રહસ્ય જણાવવા લાયક કાવ્ય ચમત્કૃતિ નથી. પ્રેમાનંદ (૧૬૩૬ - ૧૭૩૪)નું દેવીચરિત્ર, અને માર્કડેય પુરાણ ભાષાંતર રૂપનું શાક્ત સાહિત્ય છે.
શ્રી. ભેળાનાથભાઈ પ્રાર્થનાસમાજના એકેશ્વરવાદી થયા તે પહેલાંનાં તેમનાં માતાજીને લગતાં કાવ્ય ઘણું રસભર્યા છે; અને તે રસની છાયા ઉત્તર અવસ્થામાં ભક્તિનું આલંબન બદલાવાથી પ્રાર્થનામાળામાં નિરાકાર પરમેશ્વરમાં ઉતરી આવી છે.
વેદધર્મસભા તરફથી દેવી ભાગવતનું ભાષાંતર થયું છે અને જે સસ્તા સાહિત્યવર્ધક કાર્યાલયથી પ્રસિદ્ધ થયું છે તે ગુજરાતીમાં ઉપયોગી શાક્તધર્મનું સાહિત્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com